Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં 5 મહિનામાં 47 ફોન લૂંટનારી ગેંગ પકડાઈ, ફોન ખરીદનાર 2 વેપારીની પણ ધરપકડ

fraud cartoon
, સોમવાર, 29 ઑગસ્ટ 2022 (11:12 IST)
પશ્ચિમ અમદાવાદમાં રાહદારીઓના હાથમાંથી ફોન લૂંટીને ભાગી જતા રિક્ષાચાલક અને સાગરીતની ઝોન 7 એલસીબીએ ધરપકડ કરી છે. આ બંનેએ 5 મહિનામાં જ મહિલાઓ, પુરુષો પાસેથી અંદાજે 4 લાખની કિંમતના 47 ફોન ચોરી મોડાસામાં દુકાન ધરાવતા 2 વેપારીને વેચ્યા હતા. પોલીસે બંને સ્નેચર અને મોડાસાના 2 વેપારી સહિત 5ની ધરપકડ કરી રિક્ષા, ફોન મળી 4.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સેટેલાઇટ, આનંદનગર, વાસણા, પાલડી, વેજલપુર સહિતના વિસ્તારોમાં બની રહેલી મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓમાં રિક્ષાચાલક અને સાગરીતો સામેલ હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે પુરવાર થયું હતું, જેના આધારે ઝોન-7 ડીસીપી બી. યુ. જાડેજાના તાબા હેઠળની લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ આર. પી. વણઝારાએ તપાસ શરૂ કરી હતી, જેના આધારે પોલીસે રિક્ષાચાલક મોહંમદ સલીમ શેખ, તેના સાગરીત એઝાઝખાન પઠાણને ઝડપી લીધા હતા.બંનેની પૂછપરછ કરતા તેઓ રાહદારીઓના હાથમાંથી ફોન ઝૂંટવી તેમના મિત્ર મોસીન શેખ મારફતે મોડાસામાં ફોનની દુકાન ધરાવતા મોહંમદ રફીક સુથાર અને મુસ્તકીમ હબીબુલ રહેમાન સુથારને વેચતા હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે પોલીસે તે ત્રણેયને પણ ઝડપી લીધા હતા. થોડા દિવસ પહેલા યુથ કોંગ્રેસના ડ્રગ્સ વિરોધી કાર્યક્રમમાં ચોરાયેલો કાર્યકરનો 1.18 લાખનો ફોન પણ તેમની પાસેથી મળ્યો છે. આ ટોળકીનો એક શેરખાન ઉર્ફે બાલમ પઠાણ હજુ પકડાયો નથી. તે જાહેર સભા, સરઘસ, રેલીમાંથી લોકોના ફોન ચોરતો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતાં પિતાનો આપઘાતનો પ્રયાસ, પાંચ સામે ગુનો નોંધાયો