Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં ભૂકંપ, 74 દિવસમાં સૌરાષ્ટ્રમાં 18થી વધુ આંચકા આવવાનુ શુ છે કારણ ?

રાજકોટમાં ભૂકંપ,  74 દિવસમાં સૌરાષ્ટ્રમાં 18થી વધુ આંચકા આવવાનુ શુ છે કારણ  ?
, બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (10:37 IST)
રાજકોટ જિલ્લામાં બપોરે 3.50 વાગ્યે 4.1 મેગ્નિટ્યુટની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે જેની અસર ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાં થઈ હતી અને ઘણા લોકોએ 4 સેકન્ડ સુધી ધરા ધ્રૂજી હોવાનું જણાવ્યું હતું. 
 
ઘણા સમય બાદ સૌરાષ્ટ્રમાં મંગળવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરે 3.50 વાગ્યે 4.1  ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઉપલેટા અને આસપાસના ગામડામાં અસર જોવા મળી હતી. ધોરાજીમાં ભૂકંપ આવતા રસોડાના વાસણ ખખડવા માંડતા લોકો ઘર અને એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા હતા.
 
બપોરના સમયે લોકો જયારે ભરનીંદરમાં હતા ત્યારે ભૂકંપનો આંચકો આવતા અનેક લોકો ભયથી ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે પંથકમાં એક પણ જગ્યાએ ભૂકંપની કોઈ ગંભીર અસર થઇ ન હતી.
 
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપ આંચકા અવાર-નવાર અનુભવાઈ રહ્યાં છે. 20 દિવસ પહેલા પણ રાજકોટમાં ત્રણ જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા. આજે બપોરે 3.50 વાગ્યાની આસપાસ રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારમાં 4 સેકન્ડ સુધી 4.1ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો આવવાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને રહિશો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિ.મી. દૂર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gandhiji - મહાત્મા ગાંધીજી બાળપણમાં અત્યંત શરમાળ હતા અને શાળાથી પણ ભાગી જતા હતા- જાણો 10 ખાસ વાતોં