Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં બુરાડી જેવો કાંડ, એક જ પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યા

અમદાવાદમાં બુરાડી જેવો કાંડ, એક જ પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યા
, ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (16:05 IST)
અમદાવાદમાં દિલ્હીના બુરાડી કાંડ જેવો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. તંત્ર મંત્ર અને કાલા જાદુના ચક્કરમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી લીધી.  પોલીસને કુણાલે લખેલ એક ત્રણ પેજના સુસાઈડ નોટ મળી છે.   જેમા તેમને આત્મહત્યાનુ કારણ કાળો જાદુ બતાવ્યો છે. ઉલ્લેખનીય છેકે બુરાડીમાં તંત્ર મંત્રના ચક્કરમાં એક જ પરિવારના 11 લોકોએ 1 જુલાઈના રોજ સામુહિક આત્મહત્યા કરી હતી. 
 
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેનારા વેપારી કુણાલ ત્રિવેદી (50)એ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. જ્યારે કે તેની પત્ની કવિતા(45) અને પુત્રી શિરીન (16)એ ઝેરી દવા પીને જીવ આપ્યો. બીજી બાજુ કુણાલની માતા જયશ્રીબેન (75) બેહોશી હાલતમાં મળી.  તેમણે પણ ઝેરી દવા પીધી હતી. તેમની હાલત નાજુક છે. પોલીસે જણાવ્યુ કે મામલાની તપાસ વેપારે દ્વારા પત્ની અને પુત્રીની હત્યા કરી આત્મહત્યા કરવાના એંગલથી પણ કરવામાં આવી રહી છે. 
 
સંબંધીઓએ પોલીસને લઈને પહોંચ્યા તો થયો ખુલાસો 
 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે 24 કલાક તેમનુ ઘર બંધ હતુ. તેમના સંબંધીઓ તેમને ફોન કરી રહ્યા હતા પણ કોઈ ફોન પર જવાબ નહોતુ આપી રહ્યુ. તેથી તેમના સંબંધીઓ અને અન્ય પરિવાર પોલીસને લઈને ત્યા પહોંચ્યા.  રૂમમાં દાખલ થતા જ સૌના હોશ ઉડી ગયા. અંદર કુણાલ ફાંસી પર લટકતો હતો. જ્યારે કે તેની પત્ની જમીન પર અને પુત્રી પથારી પર મૃત પડી હતી.  તેમની માતા બીજા રૂમમાં બેહોશ મળી. 
 
 
કુણાલને દારૂ પીવાની આદત પડી હતી 
 
સુસાઈડ નોટમાં કુણાલે લખ્યુ, હુ ક્યારેય મારી મરજીથી દારૂ નથી પીતો. કાલી તાકત મને આવુ કરવા મજબૂર કરે છે.  મે મારા ભગવાન પાસે પણ શરણ માંગી. પણ તેમને મારે મદદ ન કરી. 
 
હુ કર્જદાર નથી 
 
કુણાલે નોટમાં લખ્યુ હે મા મે  તમને અનેકવાર કહ્યુ કે કોઈ કાળો જાદુ છે જેનાથી હુ પરેશાન છુ. તુ મારી વાત માની લેતી તો આજે આ હાલત ન થતી.  મારી ડિક્શનરીમાં આત્મહત્યા શબ્દ છે જ નહી.  મે ક્યારેય શોખથી દારૂ નથી પીધો. મારી કમજોરીનો કાળી શક્તિઓએ ભરપૂર ઉપયોગ કર્યો. મે ધંધામાં એમપીવાળાને 14 લાખ 55 હજાર રૂપિયા આપ્યા છે.  હુ કર્જદાર નથી.  મે ધંધાના માલ માટે 6 લાખ રૂપિયા આપ્યા છે. કોઈપણ તમારા લોકો પાસેથી હજાર રૂપિયા પણ નહી માંગે. હુ અનેકવાર પડ્યો અને ફરી ઉભો થયો. પણ ક્યારેય હાર્યો નથી. હવે પરેશાનીઓ દિવસો દિવસ વધતી જઈ રહી છે. 
 
કાલી શક્તિ સહેલાઈથી પીછો નથી છોડતી 
 
છેવટે કુણાલે લખ્યુ - જિજ્ઞેશભાઈ હવે આ તમારી જવાબદારી છે. શેર અલવવિદા કહ રહા છે.  જિજ્ઞશ કુમાર, તુષાર ભાઈ તમે બધાએ કુણાલની આ સ્થિતિ જોઈ છે.  પણ કોઈ કશુ પણ ન કરી શક્યુ.  મા ની જેમ પત્ની કવિતા જેટલુ કરી શકતી હતી તેટલુ કર્યુ પણ.  તેને વિશ્વાસ હતો કે કુળદેવી આવીને તેને બચાવી લેશે. પણ કાળો સહેલાઈથી પીછો છોડતો નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેરિડૉન ટેબલેટ અને પેનડ્રમ ક્રીમ સહિત કૉમ્બિનેશનવાળી 328 દવાઓ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ