Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 25થી 30 ટકા જેટલો ઘટાડો, દર્દીઓ મુશ્કેલીમાં

Blood
, ગુરુવાર, 21 માર્ચ 2024 (11:44 IST)
- ગરમી-રોગચાળા વચ્ચે અમદાવાદમાં લોહીની અછત
- મહિને 3 હજાર બ્લડ યુનિટ એકત્ર થતું ત્યાં 800 યુનિટની ઘટ છે
- કોલેજના વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી

અમદાવાદમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 25થી 30 ટકા જેટલો ઘટાડો થતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ગરમી-રોગચાળા વચ્ચે અમદાવાદમાં લોહીની અછત છે. મહિને 3 હજાર બ્લડ યુનિટ એકત્ર થતું ત્યાં 800 યુનિટની ઘટ છે. નેગેટિવ ગ્રૂપના લોહી માટે વધારે રઝળપાટ કરવો પડે તેવી હાલત છે.

શહેરની ખાનગી બ્લડ બેંકોમાં પણ લોહીની અછત વર્તાઈ રહી છે. સિવિલ મેડિસિટીની સરકારી બ્લડ બેંકમાં સામાન્ય સંજોગોમાં મહિને 3 હજાર યુનિટ બ્લડ એકત્ર થતું હોય છે, જેની સામે અત્યારે અંદાજે 600થી 800 જેટલા યુનિટની ઘટ છે. એ જ રીતે શહેરની ખાનગી બ્લડ બેંકોમાં પણ લોહીની અછત વર્તાઈ રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલની બ્લડ બેંક સાથે સંકળાયેલા ડોક્ટરે જણાવ્યું હતું કે, છેલ્લા થોડાક સમયથી બ્લડ યુનિટની અછત જેવી સ્થિતિ છે, જેને લઈ ગત સપ્તાહે કોલેજના વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી છે.

ખાનગી બ્લડ બેંક સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, ગરમી, રોગચાળા સહિતના વિવિધ કારણસર અત્યારે બ્લડ યુનિટની તંગી વકરી છે, એમાંય નેગેટિવ ગ્રૂપમાં ખાસ્સી અછત વર્તાઈ રહી છે.બ્લડ બેંકમાં રોજના પાંચથી સાત દર્દી ‘ઓ નેગેટિવ’ બ્લડ માટે આવી રહ્યા છે. સગર્ભા મહિલાઓ, અકસ્માત, સર્જરી, થેલેસેમિયાગ્રસ્ત બાળકો સહિતના કિસ્સામાં રક્તની જરૂરિયાત પડતી હોય છે. બીજી બાજુ રેડક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે, જરૂરિયાત પ્રમાણે જથ્થો મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ગુજરાતમાં લોહીની તંગી ઊભી થઈ હતી, એ વખતે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી બ્લડ યુનિટ મંગાવવા પડયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બદાયું ડબલ મર્ડર કેસમાં ફરાર જાવેદની ધરપકડ, 25 હજારનું ઈનામ