Publish Date: Wed, 04 Sep 2024 (13:14 IST)
Updated Date: Wed, 04 Sep 2024 (13:17 IST)
પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો છે. જેમાં ઘટના સ્થળ પર પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન યુવાનનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ થઈ હતી. લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા આ દુર્ઘટના બની હતી.પ્રકાશ જાદવ સારો ક્રિકેટર હતો. પાદરા તાલુકામાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો હતો. આથી તે તાલુકામાં સચિન તરીકે ઓળખાતો હતો. લોકો તેના મૂળ નામ પ્રકાશ કરતાં સચિન તરીકે વધારે જાણીતો હતો.