Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ પોલીસ એક્શનમાં, ચાઈનીઝ દોરી વેચતા 15 લોકોની ધરપકડ

chinese dori and tukkal
, બુધવાર, 4 જાન્યુઆરી 2023 (16:05 IST)
ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને તેનાથી થતાં મોત મામલો હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને બે દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાત પોલીસ સફાળી જાગી છે અને ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં લોકોની સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.

રાજ્યમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ અને સુરત પોલીસે 15 લોકોની ધરપકડ કરીને ચાઈનીઝ દોરીના 100થી વધુ ટેલર જપ્ત કરી દીધાં છે.હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત પોલીસની વિવિધ ટીમો એક્શનમાં આવી છે. પોલીસે સુરતમાં ચાઈનીઝ દોરીના વેચાણની વિગતો મળતા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે જેમાં 4ની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના ચાઈનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ કરતા એક શખ્સને પણ પકડી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ મામલે અલગ-અલગ ત્રણ ગુના નોંધ્યા છે.રાજકોટમાં પણ ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતાં બે લોકોની ધરપકડ કરાઈ છે અને કુલ 15 ટેલર કબજે કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાંથી કુલ 50થી વધુ ટેલર કબજે કરાયા છે. જેમાં સૌથી વધુ દરિયાપુરમાંથી 18 અને તે સિવાય નારોલ અને નિકોલમાંથી 12-12 ટેલર કબજે કર્યા છે. જ્યારે દાણીલીમડામાંથી 4, વટવા અને રામોલમાંથી 2-2 ટેલર જપ્ત કરાયા છે.શહેરના વટવા, રામોલ, નિકોલ, નારોલ, મણીનગર, દાણીલીમડા, દરિયાપુર જેવા વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના ટ્રેલર જપ્ત કરીને 9 લોકોની ધરપકડ કરી છે. જેમાં સૌથી વધુ ત્રણની ધરપકડ નારોલમાંથી કરવામાં આવી છે, જ્યાંથી પોલીસે કુલ 12 નંગ ચાઈનીઝ દોરીના ટેલર પણ કબજે કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં ડ્રગ્સ પકડવા ગયેલી પોલીસને વોન્ટેડ આરોપીના પિતા મળ્યા, જાણો પછી શું થયું