Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 વર્ષીય અમદાવાદી છોકરીએ આંખે પાટા બાંધી 141 માટીના પેન તોડવાનો બનાવ્યો રેકોર્ડ

13 વર્ષીય અમદાવાદી છોકરીએ આંખે પાટા બાંધી 141 માટીના પેન તોડવાનો બનાવ્યો રેકોર્ડ
, શનિવાર, 6 માર્ચ 2021 (15:13 IST)
મહિલાનું મહત્ત્વ દરેક મનુષ્ય ના જીવન માં ખુબજ અગત્ય નું છે એ પછી માતા, પત્ની, મિત્ર, બહેન, કોઈપણ સંબંધ હોય મહિલા વગર બધુજ અધૂરું છે. સમગ્ર વિશ્વ માં 8મી માર્ચ ના રોજ આંતરાષ્ટ્રીય મહિલા  કરવામાં આવે છે અને આ વર્ષે તેની થીમ #ChooseToChallenge રાખવામાં આવી છે કે પોતાની જાત ને ચેલેન્જ આપો, પોતાની જાત ને કોઈપણ જાત ની લિમિટેશન માં ન બાંધો અને લીધેલ ચેલેન્જ ને પૂર્ણ કરો. આ થીમ ને 13 વર્ચ ની અમદાવાદી છોકરી જેન્સી સોની એ સાર્થક કરી બતાવ્યું છે. તેણે ફક્ત 13 વર્ષ 8 મહિના અને 3 દિવસ ની વયે આંખે પાટા બાંધી 141 માટી ના પેન તોડવાનો રેકોર્ડ બનાવ્યો અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે. 
 
જેન્સી ના પિતા ભાવિન સોની એ જણાવ્યું કે "સામાન્ય ગુજરાતી કુટુંબની હોવાથી જ્યાં છોકરીઓ સામાન્ય રીતે લાડ લડાવે છે અને ખૂબ જ શારીરિક દબાણથી દૂર રહે છે, જેન્સી હંમેશાં ખૂબ જ મહેનતુ અને સક્રિય દેખાતી હતી નાનપણથી જ રમત પ્રત્યે આકર્ષિત હતી. તે હંમેશાં ગર્લ પાવર માં વિશ્વાસ રાખતી હતી. જેન્સી એ 5 વર્ષ ની ઉંમરે કરાટેમાં તેની સફર શરૂ કરી હતી અને 13 વર્ષ ની ઉંમરે પોહંચયા સુધી તે સુધી તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 27 એવોર્ડ મેળવી ચૂકી છે. જેન્સી એ 10 વર્ષ ની ઉંમરે સૌપ્રથમ આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતી હતી. 
 
જેન્સી ના કાઉન્સિલર કમલેશ સુરતી એ જણાવ્યું કે "દરેક બાળક માં એક યુનિક ગુળવત્ત હોય છે જરૂર છે તો તેને પારખવાની અને તેને યોગ્ય દિશા આપવાની જો સમય ની સાથે બાળક ની કવોલિટી ઓળખીને તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તે બાળક જીવન માં ઘણું બધું ન ધારેલું કરી શકે છે. અને મેં જેન્સી માં એ જુસ્સો જોયો જે કંઈક અલગ કરવા માંગતી હતી માટે અમે એની ટ્રેનિંગ શરુ કરી અને આંખે પાટા બાંધી ને માટી ના પેન તોડવાનો કોઈપણ રેકોર્ડ હતો નહિ સૌપ્રથમવાર 100 પેન થી શરૂઆત કરી જેન્સી 141 પેન સુધી પોહચી અને રેકોર્ડ સ્થાપિત કર્યો."
 
જેન્સી ના કરાટે કોચ પ્રિતેશ એ જણાવ્યું કે" જ્યારે જેન્સી આંખે પાટા બાંધી ને કોઈપણ પ્રવુતિ કરે છે ત્યારે પોતાની જીભ બહાર કાઢી ને જીભ વડે તેની આસપાસ ની વસ્તુઓ ને અનુભવે છે અને ખુબજ સરળતા થી કાર્ય કરી શકે છે. કરાટે ની સાથે તેણીએ પોતાના દિમાગ ને પણ ખુબજ વધારે ફોકસ રાખ્યું. તે કરાટે ની જુદી જુદી ટેક્નિક થી આંખે પાટા બાંધી ને હવા માં લટકાવેલી બોટલ્સ ને ઓળખીને કિક કરી શકે છે જે તેને બીજા કરાટે શીખતાં લોકો થી જુદું પાડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોહલી 36 ઈનિંગ્સથી સદી મારી શકયો નથી! તેના સારા પ્રદર્શનની પ્રાર્થના અર્થે 3 ભૂદેવો સ્ટેડિયમમાં મંત્રજાપ કર્યા