Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરણ 12 સામાન્ય પ્રમાહનું 76.29% પરિણામ, સૌથી વધુ પાટણ અને સૌથી ઓછું જુનાગઢનું પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રમાહનું 76.29% પરિણામ, સૌથી વધુ પાટણ અને સૌથી ઓછું જુનાગઢનું પરિણામ
, સોમવાર, 15 જૂન 2020 (13:34 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સોમવારના રોજ સવારે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ પરીક્ષાર્થીઓ માંથી  2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા અને સૌથી ઓછુ પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 5.27 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 76.04 ટકા નોંધાયું છે જયારે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 78.70% નોંધાયુ છે. પરિણામના આંકડા પ્રમાણે કુલ 82 ટકા વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થઈ છે જ્યારે 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.  સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 522 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 10,945 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 39,848 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 77, 746 વિદ્યાર્થીઓએ કુલ B-2, જ્યારે 94,378 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત કેન્દ્રએ A-1 ગ્રેડ મેળવવામાં બાજી મારી છે. સુરતના 189 વિદ્યાર્થીઓએ 522માંથી સૌથી વધુ A-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે રાજકોટના 108, અમદાવાદ શહેરના 40 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, રાજ્યમાં કોરોનાની એન્ટ્રીના પગલે મૂલ્યાંકનની કામગીરી પર બ્રેક લાગી હતી. જોકે, ત્યારબાદ રાજ્ય સરકારની સૂચના અનુસાર મુલ્યાંકનની કામગીરી શરૂ કરાઈ હતી. મૂલ્યાંકન સહિતની તમામ કામગીરી પૂર્ણ થઈ જતા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. માર્કશીટ વિતરણ માટે બોર્ડ દ્વારા પછીથી જાહેરાત કરાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા 23,590 પર પહોંચી, 1450 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો