Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 12703 કરોડનું રોકાણ આવશે, 13 હજારથી વધુ લોકોને રોજગારી મળશે, એક જ દિવસમાં 16 MoU થયા

gujarat investment
, સોમવાર, 13 માર્ચ 2023 (12:48 IST)
રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-2022 માં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 16 જેટલા MoU એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે.  આ 16 જેટલા બહુવિધ MoUને પરિણામે રાજ્યમાં રૂપિયા 12703 કરોડનું સંભવિત રોકાણ તેમજ 13880 સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે.
 
અત્યાર સુધીમાં કુલ 54852 કરોડના MoU થયા
ઑક્ટોબર 2022માં શરૂ કરવામાં આવેલી ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ 54852 કરોડના સૂચિત રોકાણોના 20 MoU થયા છે. આના પરિણામે 24700થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે. ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ 16 MoU સાથે કુલ 36 MoU રૂપિયા 67  હજાર 555કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે 38631  લોકોને રોજગારી મળશે.
 
ઉદ્યોગો 2024-25 સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે
આજે થયેલા બહુવિધ MoU અન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે. મોટાભાગના ઉદ્યોગો 2024-25 સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં 5, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં 3-3, પાનોલીમાં 2 તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં 1-1 ઉદ્યોગો શરૂ થવાના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના 17 જિલ્લામાં 16 માર્ચ સુધી કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી