Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યની જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ સહિત 60થી વઘુ વર્ષના 120 પુરૂષ કેદીઓને ઘરે દિવાળી ઉજવવા 15 દિવસના પેરોલ મળશે

ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા કેદીઓને પેરોલનો લાભ નહીં મળે

રાજ્યની જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ સહિત 60થી વઘુ વર્ષના 120 પુરૂષ કેદીઓને ઘરે દિવાળી ઉજવવા 15 દિવસના પેરોલ મળશે
, બુધવાર, 3 નવેમ્બર 2021 (16:39 IST)
ગુજરાતની જેલોમાં વિવિધ ગુનાઓ હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે 15 દિવસના પેરોલ પર મુક્ત કરાશે. જેમાં 61 મહિલા અને 120 પુરૂષ કેદીઓ થઈને કુલ 181 કેદીઓને 15 દિવસ માટે જેલ મુક્તિનો લાભ મળશે. આ કેદીઓમાં ગંભીર ગુનાઓ સિવાયના કેદીઓને સરકાર શરતો પ્રમાણે જેલમુક્ત કરશે. 
 
જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ યોજના પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને  ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. 
 
ગંભીર ગુના હેઠળના કેદીઓને પેરોલ નહીં મળે
રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120 પુરૂષ કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે. આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?