Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરાજીમાં 6 કલાકમાં 10 અને સૂત્રાપાડામાં ચાર કલાકમાં 9 ઈંચ વરસાદ, 5 દિવસ ભારે વરસાદની આગાહી

rain in sutrapada dhoraji
અમદાવાદઃ , મંગળવાર, 18 જુલાઈ 2023 (22:23 IST)
rain in sutrapada dhoraji
હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ
 
સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે ફસાઈ ગઈ હતી
 
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. રાજકોટના ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને કારણે ધોરાજીના રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 
webdunia
rain in sutrapada dhoraji
જસદણ તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કોડીનાર સુરત, તાલાલા અને મેંદરડામાં પણ ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદની વચ્ચે જસદણ તાલુકામાં વીજળી પડવાના કારણે 21 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.કોડીનારમાં સવાપાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયાં છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે.અમરેલી જિલ્લામાં આજે પણ બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
webdunia
rain in sutrapada dhoraji
સુરતમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સુરતમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે રઘુકુળ ગરનાળા તથા સહારા દરવાજા રેલ્વે ગરનાળામાં પાણી ભરાયા હતા. સહરાટ દરવાજામાં ભરાયેલા પાણીમાં પેસેન્જર ભરેલી એક બસ ફસાતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. ત્યારબાદ આસપાસના લોકોની મદદથી મુસાફરોને સલામત બહાર કડાતા મુસાફરોના જીવ હેઠા બેઠા હતા.વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં સહરા દરવાજા અને રઘુકુળ માર્કેટના ગરનાળામાં પાણી ભરાયા હતા. રઘુકુળ માર્કેટના ગરનાળા ભરાયેલા પાણીમાંથી સેકડો લોકો જીવના જોખમે નોકરી ધંધે જતા જોવા મળ્યા હતા.
webdunia
dhoraji rain
મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ
મહીસાગર જિલ્લામાં બપોર બાદ એકાએક જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યાં હતાં. શહેરના માંડવીબજાર, હુસૈનીચોક, દરકોલી દરવાજા, હાટડિયા બજાર સહિતના જે વિસ્તારો છે એમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ, ધોધમાર વરસાદ વરસવાના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળી છે.
webdunia
rajkot river
આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કબુતરબાજી કૌભાંડમાં એજન્ટોને પૈસા ચૂકવવાનું કામ કરતો બોબી પટેલનો સાગરિત દિલ્હીથી ઝડપાયો