Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સભ્યોની 100% સંમતિ નહીં હોય તો પણ થઈ શકશે જૂની ઈમારતોનું રિડેવલપમેન્ટ

સભ્યોની 100% સંમતિ નહીં હોય તો પણ થઈ શકશે જૂની ઈમારતોનું રિડેવલપમેન્ટ
, ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (12:26 IST)
જૂની ઈમારતોના રિડેવલપમેન્ટની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ગુજરાત સરકારે બુધવારના રોજ ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ 1973માં સુધારો કર્યો છે. આ સુધારા અંતર્ગત 25 વર્ષથી જૂની ઈમારતોને 75% માલિકોની સહમતિથી પણ રિડેવલોપ કરી શકાશે.ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ બિલ બુધવારના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ હતું. હવે ફ્લેટ અથવા અપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ માટે 75 ટકા સભ્યોની સહમતિ પણ ચાલશે. આ પહેલા સભ્યોની 100 ટકા સહમતિ ફરજિયાત હતી.જો કોઈ ઈમારત જર્જરિત અવસ્થામાં હોય, ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હોય, અથવા તો તેમાં રહેતા લોકો અને તેની આસપાસના બાંધકામને નુકસાન પહોંચવાની શક્યતા હોય, તો તેને રિડેવલપમેન્ટની મંજૂરી મળે છે. ફ્લેટ અથવ અપાર્ટમેન્ટના દરેક સભ્યની મંજૂરી વિના આ શક્ય ન હોવાને કારણે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કર્યો છે.સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એવું નોટિસ કરવામાં આવ્યું છે કે જો આવી જર્જરિત ઈમારતોને સમયસર રિ-કન્સ્ટ્રક્ટ અથવા રિ-ડેવલોપ કરવામાં ન આવે તો ત્યાં રહેલા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આવી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. GIHED-CRDAIના પૂર્વ અધ્યક્ષ દિપક પટેલ જણાવે છે કે, આ સુધારાથી રિયલ-એસ્ટેટ સેક્ટરમાં તેજી આવશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચેઇન સ્નેચીંગ કરનારને પાંચથી લઇને 10 વર્ષ સુધીની સજા