Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મીઠી વિરડીના ન્યુક્લીયર પાવર પ્લાન્ટને આંધ્રમાં ખસેડાશે, લોકવિરોધનો જુવાળ

મીઠી વિરડીના ન્યુક્લીયર પાવર પ્લાન્ટને આંધ્રમાં ખસેડાશે, લોકવિરોધનો જુવાળ
, શુક્રવાર, 2 જૂન 2017 (12:18 IST)
ન્યુકિલયર પાવર કોર્પોરેશન લિમીટેડ સહિતના તમામ પક્ષકારો સામે ગ્રામજનોએ કરેલા વિરોધને પગલે આખરે મીઠી વીરડી ન્યુક્લીયર પાવર પ્લાન્ટ સરકારે પીછેહઠ કરવી પડી છે. 2008માં ભારત અને અમેરિકાએ નાગરિક પરમાણુ સંધિ કર્યા પછી દેશમાં આ પ્રથમ સૂચિત પરમાણુ પ્લાન્ટ હતો. 2009માં રૂ.50,000 કરોડનાં આ પ્લાન્ટને સરકારે મંજૂરી આપી હતી. 18મેનાં રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ પ્લાન્ટ ખસેડવાનો ઓર્ડર આપ્યો હતો.પર્યાવરણ સુરક્ષા સમિતિએ મીઠી વિરડીના ગ્રામજનો વતી આ કેસમાં લડત આપી હતી.  આ પ્લાન્ટ હવે આંધ્રપ્રદેશના કોવાડામાં ખસેડાયો છે, જેની સામે પણ આ ગ્રામજનો વિરોધ કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય વતી તેમના વકીલે એવી રજૂઆત કરી હતી કે, ‘મીઠી વિરડી ખાતેના અણુમથક માટે એનપીસીએલને જે CRZ મંજુરી આપવામાં આવી હતી, તે પ્રોજેકટ જમીન અધિગ્રહણ સામે ઉપસ્થિત થયેલા પ્રશ્નોને કારણે હવે આંધ્રપ્રદેશના કોવાડ્ડા ખાતે તબદીલ કરવામાં આવ્યો છે. આમ, આ પ્રોજેકટની મીઠી વિરડી ખાતે કોઈ કાર્યવાહી કરવાની ન હોવાથી તેને ડી-લિસ્ટ કરવામાં આવ્યો છે.  પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ કેસની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘2007થી યેન કેન પ્રકારે ન્યુક્લિયર પાવર અંગે પ્રચાર કરી NPCIL ભારત સરકાર, વેસ્ટિંગ હાઉસ કંપની અને અમેરિકન સરકારે સૂચિત 6000 મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ મીઠી વીરડી, જસપરા ખાતે સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો.     જસપરાના ગ્રામજનો વતી કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, જાગૃતિબેન ભાગીરથસિંહ ગોહિલ અને મીઠી વિરડી ગામ વતી હાજાભાઈ દિહોરા અને રોહિત પ્રજાપતિ તથા કૃષ્ણકાંતએ કેસ કર્યો હતો 18મી મે 2017ના રોજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે અંતે એ વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો કે, મીઠી વીરડી-જસપરા ખાતે સૂચિત ન્યુક્લીયર પાવર પ્લાન્ટ પડતો મુકવાનું નક્કી કરાયું છે અને તેથી સીઆરઝેડ ક્લીયરન્સની વાતનો કોઈ મતલબ રહેતો નથી તેમ સ્વીકારવું પડ્યું છે. અને તેથી જ આ સૂચિત પાવર પ્લાન્ટની કોઈ સુનાવણી હવે પર્યાવરણ મંત્રાલય ખાતે કરવાની રહેતી નથી. આમ, લોકોની આ સૂચિત ન્યુક્લીયર પાવર પ્લાન્ટ સામેના સંઘર્ષનો વિજય થયો છે. મીઠી વિરડી આસપાસના ગ્રામજનો આ પ્લાન્ટ આંધ્રપ્રદેશમાં કોવાડા ખાતે ખસેડાયો હોવા છતાં તેના વિરોધમાં હજુ સંઘર્ષ ચાલુ રાખશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તર ગુજરાત સહિત રાજકોટમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ