દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. રોડ શો નિકોલના ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરીને કેજરીવાલ અને ભગવંત માને રોડ શો શરૂ કર્યો હતો અને એક કલાકમાં જ ઇન્ડિયા કોલોની થઈ અને બાપુનગર બ્રિજ નીચે પૂરો થયો હતો. એક કિલોમીટરના રોડ શોમાં બંને નેતાઓનું હજારો લોકોએ અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો બાદ ભદવંત માને કહ્યું, આજે પ્રેમ અને સન્માન માટે આભાર. ગુજરાતમાં પેપર ફૂટે છે.આ લીકેજ બંધ કરવી પડશે. ગુજરાતમાં બધે લીકેજ છે. શિક્ષણને વેચવામાં આવે છે. કમળનું ફૂલ ક્યાં ઉગે છે? કીચડમાં અને કીચડ સાફ કરવા ઝાડુ વપરાય છે, એમ કીચડ સાફ કરવો પડશે. ભ્રષ્ટાચારનો કીચડ સાફ કરવો પડશે.
બંને નેતાઓએ ખોડીયાર માતાના આશીર્વાદ સાથે રોડ શો શરૂ કર્યો હતો
આ પ્રસંગે ભગવંત માને કહ્યું કે, ખોડિયાર માતાના આશીર્વાદ લીધા છે. અમે લડાઈ લડીએ છીએ તેમાં મા શકિત આપે. તમે મોટી સંખ્યામાં આવ્યા છો. તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી. ભીડ અને તિરંગો અરવિંદ કેજરીવાલ માટે નવી વાત નથી. દિલ્લી પંજાબ તો થઈ ગયું. હવે અમારું ગુજરાત' કહેતા જ લોકોએ બુમાબુમ કર્યું હતું.