Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચણાના પાકની ટેકાના ભાવે વધારાની ખરીદી માટે કેન્દ્રમાં દરખાસ્ત કરાશે

ચણાના પાકની ટેકાના ભાવે વધારાની ખરીદી માટે કેન્દ્રમાં દરખાસ્ત કરાશે
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (15:51 IST)
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેડૂતોને તેમના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં કપાસ, રાયડો, દિવેલા, વરીયાળી, ચણા સહિત અન્ય કઠોળ પાકોની ખરીદી ચાલુ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મબલખ ચણાનું ઉત્પાદન થયું છે ત્યારે, કેન્દ્ર સરકાર વધુ ચણા પાકની ટેકાના ભાવે વધુ ખરીદી થાય એ માટે કેન્દ્રમાં દરખાસ્ત કરાશે. ચણાના પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી રાજ્ય સરકાર વ્યવસ્થાઓ ગોઠવી રહી છે. 
 
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ માટે આગામી 
વર્ષના અંદાજપત્રને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપીને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2022 Maruti Baleno- મારુતિની મોસ્ટ અવેટેડ ન્યૂ બલેનોનું આજે લોન્ચિંગ