Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ ભાજપમય, મનમોહનસિંહ માટે હોલ ફાળવવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચાઓ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ ભાજપમય, મનમોહનસિંહ માટે હોલ ફાળવવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચાઓ
, મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:53 IST)
વેપારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ઉત્સુક ગુજરાત ચેમ્બરે વેપારીઓને પરેશાન કરી મૂકનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે ભારતના પૂર્વ વડાપ્રધાન   ડૉ. મનમોહન સિંઘને હોલની ફાળવણી કરવાનો ઇનકાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે ગુજરાત ચેમ્બરને બદલે જીએસટીને મુદ્દે ડૉ. મનમોહન સિંઘ  શાહીબાગમાં સરદાર સ્મારકમાં પ્રવચન આપશે. ગુજરાત ચેમ્બરનું મુખ્ય કાર્ય કોઈપણ રાજકીય પક્ષને ટેકો આપવાનું કે તેના હિતમાં કાર્ય કરવાનું નથી. પરંતુ વેપારીઓના પ્રશ્નોને વાચા આપીને સરકારને વેપારીઓના હિતમાં અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના તેના દાવા પ્રમાણેનો માહોલ વેપારીઆલમને પૂરો પાડવા માટે રજૂઆત કરવાનો છે. તેમજ તે પ્રમાણે સરકારી નીતિઓમાં ફેરફાર લાવવાના સૂચન કરવાની તેની જવાબદારી છે. કોઈપણ રાજકીય પક્ષનું ઉપરાણું લેવાની તેની ફરજ નથી. આ મુદ્દે તેમણે કોઈપણ રાજકીય પક્ષની તરફેણ કરવાનું વલણ અપનાવવાનું હોતું નથી. તેમ છતાંય ડૉ. મનમોહન સિંઘને તેમના પ્રવચન માટે જગ્યા ન ફાળવીને ગુજરાત ચેમ્બરે ભાજપ તરફ કૂણું વલણ દાખવ્યું છે અને કોન્ગ્રેસનો અનાદર કરવાની માનસિકતા દર્શાવી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેપારીઓની વિમાસણ 8મીએ ગુજરાતમાં રાહુલને મળવું કે સ્મૃતિ ઈરાનીને મળવા દિલ્હી જવું