Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના દરિયાકાંઠે પાકિસ્તાનની ઘૂસણખોરી અટકાવવા એફબીઆઈ મદદ કરશે

ગુજરાતના દરિયાકાંઠે પાકિસ્તાનની ઘૂસણખોરી અટકાવવા એફબીઆઈ મદદ કરશે
, શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (12:25 IST)
ગુરૂવારે બીએસએફના જવાનોએ કચ્છ પાસે સ્થિત ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે હરામી નાળામાંથી ત્રણ પાકિસ્તાની માછીમારો અને 14 બોટ ઝડપી પાડી હતી. ગુજરાતનો સૌથી મોટો દરિયાકાંઠો સ્મગલર્સ અને ત્રાસવાદીઓની ઘૂસણખોરી માટે એન્ટી પોઈન્ટ બની જતો હોય છે. ભારતના ગૃહ મંત્રાલયે ગુજરાતના દરિયાકાંઠાની રક્ષા કરવા માટે અમેરિકાની ત્રાસવાદ સામે લડતી ટોચની એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI)ની મદદ માંગી છે. FBIના અધિકારીઓ ભારતના ટોચના 25 IPS અધિકારીઓ માટે 20 દિવસનો ‘મરીન ઈન્ટરડિક્શન ઑફ ટેરેરિઝમ’ના કોર્સનું આયોજન કરશે. ભારતના આ 25 IPSમાંથી 3 ભારતના છે. સૂત્રોના જણાવ્યા મુજબ 20 દિવસના આ પ્રોગ્રામમાં કોસ્ટ ગાર્ડ્સ, ગુજરાત પોલીસ અને માછીમારોની લાઈવ ડ્રિલનું આયોજન કરવામાં આવશે અને તેમને ઈન્ટેલિજન્સ એજન્સીના ખબરી બનવાની તાલીમ આપવામાં આવશે. આ કોર્સ ઓખા અને પોરબંદરમાં યોજવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરની બોર્ડર કરતા પણ ગુજરાતનો દરિયાકાંઠો વધુ સંવેદનશીલ છે. અગાઉ પણ FBI અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) ભારતીય કમાન્ડોઝ, સિક્યોરીટી ઑફિસર અને ફોરેન્સિક સાયન્સ નિષ્ણાંતોને તાલીમ આપી ચૂક્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર 21000 લોકો પાસેથી 4900 કરોડનું કાળા નાળા જાહેર કર્યું