Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગામમાં સુવિધાના અભાવે 200 વ્યક્તિઓની વસ્તીમાંથી માત્ર 20 સિનિયર સિટિજન રહ્યાં

ગામમાં સુવિધાના અભાવે 200 વ્યક્તિઓની વસ્તીમાંથી માત્ર 20 સિનિયર સિટિજન રહ્યાં
, શનિવાર, 3 જૂન 2017 (14:13 IST)
મોદી સરકાર પોતાના વચનોને જ પોતાનું શાસન સમજે છે. વિકાસની ગુલબાંગો ફૂંકીને સત્તામાં મસ્ત રહે છે. ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાના વિચારની સાથે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ જો લીધો હોત તો ઘણો સુધારો આ દેશમાં જોવા મળ્યો હોત. આજે પણ દેશના એવા ગામડાઓ છે જ્યાં સુવિધાઓ માત્ર કાગળ પર વિકસી છે. સુવિધાઓનો વિકાર એક સફેદ કાગળ પર માત્ર કચેરીઓમાં ઘૂળ ખાતી ફાઈલોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે જે ગામના લોકો સુવિધાઓના અભાવે ગામ છોડીને શહેરમાં હિજરત કરી ગયાં. આજે ગામમાં માત્ર 200 લોકોમાંથી 20 લોકો જ બચ્યાં છે. ગામમાં આંગળીના વેઢે ગણાય તેટલા 20 સિનીયર સીટીજન લોકો જ રહે છે. સિનીયર સીટીજન્સે જણાવ્યું કે, ગામમાં પાણીની અછતના કારણે અમારા સંતાનો પણ આવવા તૈયાર નથી. એ તો ઠીક ગામમાં અમને યાદ નથી કે, ગામમાં છેલ્લે ક્યારે શુભ પ્રસંગ થયો છે. અમે ચોમાસામાં મઘા નક્ષત્રમાં પડતા વરસાદનું પાણી સ્ટોરેજ કરી રાખીએ છે. આખું વર્ષ તેને પીવા અને રસોઇ માટે ઉપયોગમાં લઇએ છીએ. પાણીની અછતના કારણે ગામના યુવાનો સાથે અન્ય ગામની યુવતીઓ લગ્ન કરવાની પણ ના પાડે છે. ગામમાં વર્ષોથી પાણીની વિકટ સમસ્યાના કારણે   માત્ર 20 સીનીયર સીટીજનો જ રહ્યા છે. હમણાં ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું છે. ઉનાળુ વેકેશનમાં અમારા વડોદરા સહિત વિવિધ શહેરોમાં સ્થાયી થયેલા સંતાનોના પરિવારજનો તો ઠીક સંતાનો પણ અહીં આવવા તૈયાર નથી. ચોમાસાની ઋતુમાં મઘા નક્ષત્રમાં વરસાદ પડે ત્યારે તે પાણી સ્ટોરેજ કરી રાખવું પડે છે. તે પાણી  આખું વર્ષ પીવા માટે અને રસોઇ માટે વપરાય છે.  ગામનો વિકાસ હવે કોંગ્રસ મુક્ત ભારતથી થશે કે ભ્રષ્ટાચાર અને આળસ મુક્ત ભારતથી એ તો મોદી સાહેબ જાણે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્રમાં વરસાદના આગમનથી કેસર કેરીના ભાવ ગગડ્યાં