મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ સમસામયિક છે. ભારતીય જનમાનસના રોમરોમમાં વસેલા શ્રીરામની મહિમા અપરંપાર છે.
એક રામ રાજા દશરથ કા બેટા
એક રામ ઘર ઘરમેં બેઠા
એક રામકા સકલ પસારા
એક રામ સારે જગ સે ન્યારા
ભગવાન શ્રી વિષ્ણુજી પછી શ્રી નારાયણજીના આ અવતારની આનંદ અનુભૂતિને માટે દેવાધિદેવ સ્વયંભૂ શ્રી મહાદેવ ગ્યારમા રુદ્ર બનીને શ્રી મારુતિ નંદનના રૂપમાં નીકલી પડ્યા.
અહી સુધી કે ભોલેનાથ પોતે માતા ઉમાજીને સંભળાવે છે કે હું તો રામ નામમાં જ વરણ કરુ છુ. જે નામના મહાન પ્રભાવે પત્થરોને તાર્યા છે. આપણા અંતિમયાત્રાના સમયે પણ આ 'રામ નામ સત્ય હૈ'ના ઉદ્દગારે આપણી જીવનયાત્રા પૂરી કરી છે અને કોણ નથી જાણતુ કે બાપુએ છેવટના સમયે 'હે રામ' કોણા માટે ઉચ્ચાર્યુ હતુ. હકીકતમાં જોવા જઈએ તો ઘરમાં પૂજવુ અને બહાર વિરોધ કરવો એ આપણી રાજનીતિ છે. રામજીના મહિમાના વખાણ શક્ય નથી.