Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ram Navami 2024 - રામનવમી એટલે શું, રામનવમીનું મહત્વ શું?

Ram Navami
, શુક્રવાર, 5 એપ્રિલ 2024 (12:15 IST)
Ram Navami- આ તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રના મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. તેથી આ શુભ તિથિને ભક્ત લોકો રામનવમીના રૂપમાં ઉજવે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યના ભાગીદાર બને છે. 
 
રામનવમી ભગવાન રામના જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. ભગવાન રામને આદર્શ પુરૂષના રૂપમાં પણ ઓળખીએ છીએ.  પૌરાણિક કથાઓ અને વાર્તાને જાણીએ તો તમને આ જ શીખામણ મળે છે કે એક પુરૂષનુ ચરિત્ર ભગવાન રામ  જેવુ હોવુ જોઈએ. આ જ કારણ છે કે ભારતવર્ષમાં ભગવાન રામના અનુગામી ઘણા છે. 
 
ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે સરયૂ નદીના કાંઠે વસેલી અયોધ્યાપૂરીમાં રાજા દશરથના ઘરમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. 
 
રાજા દશરથ અને તેમની ત્રણ રાણીઓ આ વાત ને લઈને ચિંતિત રહેતી હતી કે પુત્ર  ન થતાં ઉત્તરાધિકારી કોણ બનશે ? એમની ચિંતા દૂર કરવા માટે ઋષિ વશિષ્ટ સલાહ આપે છે કે તમે તમારા જમાઈ ઋંગ ઋષિ પાસેથી  પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો તેનાથી પુત્રની પ્રાપ્તિ થશે.
 
ઋંગ ઋષિનુ  લગ્ન રાજા દશરથની દીકરી શાંતા સાથે  થયું હતું.રાજા દશરથે તેમની પુત્રીને રાજા રોમપાદથી દત્તક લીધી હતી.  શાંતાના કહેવા પર ઋંગ ઋષિ રાજા દશરથ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયાં. એનું કારણ આ હતું કે યજ્ઞ કરતા  જીવન ભરનુ પુણ્ય આ યજ્ઞની આહુતિમાં નષ્ટ થઈ જશે. રાજા દશરથે ઋંગ ઋષિને યજ્ઞ કરવાના બદલે ખૂબ ધન આપ્યું જેથી તેમના પુત્ર અને ક્ન્યાનુ  ભરણ પોષણ થઈ શકે  અને યજ્ઞથી પ્રાપ્ત ખીરથી રામ,લક્ષ્મણ,ભરત અને શત્રુઘ્નનો જ્ન્મ થયો. ઋંગ ઋષિ ફરીથી પુણ્ય અર્જિત કરવા માટે વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Navratri 2024 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા