Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજા દશરથનો પુત્રેષ્ટિ યજ્ઞ.

રાજા દશરથનો પુત્રેષ્ટિ યજ્ઞ.
W.D
અયોધ્યામાંન રધુકુલ શિરોમણિ દશરથ નામના રાજા હતા, જેમનુ નામ વેદોમાં પ્રખ્યાત હતુ તેઓ ધર્માધુરંધર, ગુણોનો ભંડાર અને જ્ઞાની હતા. તેમના હૃદયમાં શાંર્ગધનુષ ધારણ કરનારા ભગવાનની ભક્તિ અને તેમની બુધ્ધિ પણ તેમનામાં જ ખોવાયેલી રહેતી. તેમની પત્ની કૌશલ્યા વગેરે પ્રિય રાણીઓ પવિત્ર આચરણવાળી હતી. તે નમ્ર અને પતિની કહ્યાગરી હતી. શ્રી હરિના ચરણોમાં તેમનો પુષ્કળ પ્રેમ હતો.

એક વાર રાજાના મનમાં આ જાણીને દુ:ખ થયુ કે તેમને કોઈ પુત્ર નથી. રાજા તરતજ ગુરૂના ચરણોમાં ગયા અને પ્રણામ કરીને વિનંતી કરી. રાજાએ પોતાનુ બધુ સુખ-દુ:ખ કહી સંભળાવ્યુ. ગુરૂ વશિષ્ઠએ તેમને સમજાવીને કહ્યુ કે ધીરજ ધરો, તમને ચાર પુત્રો થશે, જે ત્રણે લોકમા પ્રસિધ્ધ અને ભક્તોના ભયને હરનારા થશે.

વશિષ્ઠજીએ સપ્તશ્રૃંગી ઋષિને બોલાવ્યા અને તેમની પાસેથી શુભ પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો મુનિએ ભાવભક્તિ સાથે આહૂતિઓ આપી તો અગ્નિદેવ હાથમાં ચરુ (ખીર)લઈને પ્રગટ થયા અને દશરથને બોલ્યા - વશિષ્ઠએ જેવુ મનમાં વિચાર્યુ હતુ, એવુ બધુ તમારુ કામ સિધ્ધ થઈ ગયુ. હે રાજા હવે તમે જઈને આ ખીરને જેને જેટલી યોગ્ય લાગે તેટલા પ્રમાણમાં વહેંચી દો.

તે જ સમયે રાજાએ પોતાની વ્હાલી પત્નીઓને બોલાવી. કૌશલ્યા વગેરે બધી રાણીઓ ત્યાં આવી. રાજાએ ખીરનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, અને બાકીના અડધાના બે ભાગ કર્યા. તેમાંથી એક ભાગ રાજાએ કૈકેયીને આપ્યો અને બાકીની ખીરના બે ભાગ કરી ફરી બંને રાણીઓ કૌશલ્યા અને કૈકેયીના હાથમાં મુકીને તેમની અનુમતિથી સુમિત્રાને આપ્યો.

આમ બધી રાણીઓ ગર્ભવતી થઈ. બધી રાણીઓ ખુશ થઈ ગઈ, તેમને ઘણો આનંદ મળ્યો. જે દિવસથી શ્રી હરિ ગર્ભમાં આવ્યા, બધા લોકોમાં સુખ અને સંપત્તિ છવાઈ ગઈ.

શોભા, શીલ અને તેજના ખજાનાથી બનેલી બધી રાણીઓ મહેલમાં સુશોભિત થએ. આ પ્રકારે થોડા સમય સુખપૂર્વક વીત્યો અને તે સમય આવી ગયો જ્યારે ભગવાનનો જન્મ થવાનો હતો..

યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ બધા અનુકૂળ થઈ ગયા. જડ અને ચેતન બધા ખુશીથી છલકાઈ ગયા. કારણકે શ્રી રામનો જન્મ એ સુખનો સંદેશો હતો.

પવિત્ર ચૈત્ર મહિનો હતો, નવમી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનના પ્રિય અભિજિત મુર્હૂત થા. બપોરનો સમય હતો. ન તો વધુ સર્દી હતી કે ન ગરમી. એ પવિત્ર સમય બધાને શાંતિ આપનારો હતો. જ્યારે બ્રહ્માજીએ પ્રગટ થવાનો સમય જાણ્યો ત્યારે બધા દેવતા વિમાન સજાવીને ચાલવા માંડ્યા. નિર્મલ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયુ. ગંઘર્વોના દળ ગુણોનુ ગાન કરવા લાગ્યા અને હાથોમાં સજાવીને પુષ્પ વર્ષા વરસાવવા લાગ્યા. આકાશમાં ઢોલ નગારા વાગવા માંડ્યા.

સમસ્ત લોકોને શાંતિ આપનારા પ્રભુ પ્રગટ થયા. દીનો પર દયા કરનારા પ્રભુ પ્રગટ થયા. આંખોને ખુશી આપનારા વાદળોની જેવુ શરીર હતુ, ચારે હાથમાં આયુધ હતા ઘરેણા અને વનમાળા પહેરેલી હતી. મોટી મોટી આંખો હતી. આ રીતે શોભાના સમુદ્ર અને ખર રાક્ષસને મારનારા ભગવાન પ્રગટ થયા.

Share this Story:

Follow Webdunia gujarati