રાખડી બાંધવાના રિવાજમાં ટીકો કરવા માટેની થાળી મહત્વની ભૂમિકા ભજવે છે. સુંદર શણગારેલી થાળીને જોઈને ભાઈનુ મન ખુશ થઈ જશે. તો આ રીતે સજાવો થાળી...
* એક કેન કે વાંસની થાળી લો. તેમા મનપસંદ કપડુ લગાવો અને તેને આભલા કે સિતારાઓ ચોટાડી દો. હવે ટેરાકોટાની નાની નાની માટલીઓ મૂકો. આ માટલીઓને પહેલાથી જ સોનેરી પેંટ કરીને તેના પર કુંદન ચોટાડી દો. મટકીઓમાં અક્ષત, કંકુ મુકો. ચાઁદીના ગણેશજી મૂકો અને સુંદર રાખડી અને મનપસંદ મીઠાઈ મૂકો.
* જો તમારી પાસે ટેરાકોટાની કંગૂરેનુમા થાળી હોય તો તેને લો. તેમાં ચારે બાજુ નાના ઘુંઘરુ લગાવી દો. વચ્ચે છત્રવાળા કે સિંહાસન પર બેસેલા ગણેશજી મુકો. ટેરાકોટાના સકોરામાં મીઠાઈ કે રાખડી મૂકો. ચાઁદીની બે ડબ્બી લો, તેમાં ચોખા, અને કંકુ મૂકો. ચાંદીનો દીવો મૂકો અને સારી સુંદર, મોતીવાળી રાખડી મૂકો. પછી તિલક કરો.
* ટીકો કરવા માટે કાઁસાની થાળી લો. તેના પર માટલી બનેલુ લાલ કપડું લઈને ચોટાડી દો. તેની ચારે બાજુ ગોટા લગાવો. ગણેશજીની મૂર્તિ મૂકો. નારિયળ મૂકો અને સુંદર ડબ્બિયોમાં કંકુ-ચોખા મુકો. મનપસંદ મીઠાઈ મુકો, પછી તિલક કરો.