રાખડી બાંધવાનુ ઉત્તમ મૂર્હત
આમ તો રક્ષાબંધનની જાહેર રજા મુજબ રક્ષા બંધન 5મી ઓગસ્ટ બુધવારે છે. કેટલાક લોકોનુ કહેવુ છે કે પુનમ બે દિવસ એટલે કે 5મી ઓગસ્ટ અને 6ઠ્ઠી ઓગસ્ટે એટલેકે બુધ અને ગુરૂવારે બે દિવસ છે. તો પછી રાખડી ક્યારે બાંધવી ? જ્યોતિષીઓના કહેવા મુજબ રક્ષા બંધન બુધવારે જ કરવુ. બુધવારે સવારે 7.40 થી 8.47 અને 11.00 થી 11.50 સુધી રાખડી બાંધવાનો સમય શુભ છે. ત્યારબાદ સાંજે 5.17 સુધીનો સમય શુભ નથી ગુરૂવારે સૂર્યોદય પછી આઠ મિનિટ સુધી જ પૂનમ હોવાથી પૂનમ અધુરી છે. ગુરૂવારે ગ્રહણયોગ છે તેથી બુધવારે રક્ષાબંધન કરવાની સલાહ છે.