ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે. જે બિલકુલ નખ જેવો છે જેને તમે ઈચ્છો તો પણ ચામડીથી અલગ નથી કરી શકતા. ઠીક એજ રીતે આ સંબંધનો પ્રેમ અને વિશ્વાસ હોય છે.
ભાઈ બહેનના આ જ પ્રેમ અને મહત્વને દર્શાવવા માટે રક્ષા બંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષા બંધન 10 ઓગસ્ટના રોજ છે. બજારમાં પણ આ તહેવારની રોનક જેવા મળી શકે છે. ભાઈ પોતાની બહેનો માટે ભેટ લઈ રહ્યા છે. બીજી બાજુ બહેનો પોતાના ભાઈઓના હાથ પર બાંધવા માટે સુંદર રાખડીઓ પસંદ કરી રહી છે.
જ્યોતિષ મુજબ જો બહેનો પોતાના વ્હાલા ભાઈની રાશિ મુજબ રાખડીની પસંદગી કરે તો વધુ શુભ રહે છે. કારણ કે શુભ રંગોવાળી રાખડીઓ ચોક્કસ જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવશે. રાશિ મુજબ ભાઈના કાંડા પર કયા રંગની રાખડી શુભ રહેશે તેની માહિતી આ મુજબ છે.
મેષ - મેષ રાશિના ભાઈને માલપુડા ખવડાવો અને લાલ ડોરીથી નિર્મિત રાખડી બાંધો. કુમકુમનુ તિલક લગાવો. લાલ રંગના વસ્ત્ર ભેટ આપો.
વૃષભ - વૃષભ રાશિના ભાઈને દૂધથી બનાવેલી મીઠાઈ ખવડાવો અને સફેદ રેશમી દોરાવાળી રાખડી બાંધો. ચાંદીની રાખડી પણ બાંધી શકો છો. રોલીનુ તિલક લગાવો અને સફેદ રંગનો રૂમાલ ભેટ કરો.
વધુ રાશિ વિશે આગળ ક્લિક કરો
મિથુન - આ રાશિના લોકો માટે લીલા રંગની અને ચંદનથી નિર્મિત રાખડી વિશેષ શુભ રહેશે. જેનાથી તેમના જીવનમાં ખુશાલી આવશે. હળદરનુ તિલક લગાવો અને ડાર્ક લીલા રંગનો રૂમાલ ભેટ આપો. બેસનથી નિર્મિત મીઠાઈ ખવડાવો.
કર્ક - કર્ક રાશિના ભાઈને રબડી ખવડાવો. સફેદ રેશમી દોરા અને મોતીથી નિર્મિત રાખડી પોતાના સ્નેહને વધુ સૌમ્ય બનાવશે. તિલક ચંદનનું હોય તો સારુ રહેશે. રૂમાલનો રંગ ક્રીમ કે આછો સફેદ રાખો.
સિંહ - સિંહ રાશિના ભાઈને રસવાળી મીઠાઈ ખવડાવો. કેસરી લાલ કે ગુલાબી રંગની રાખડી શુભ રહેશે. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે. હળદર મિશ્રિત કંકુનુ તિલક લગાવો. લીલો અથવા ગુલાબી રગનો રૂમાલ પોતાના ભાઈને ભેટ આપો.
વધુ રાશિ વિશે જાણવા આગળ ક્લિક કરો
કન્યા - કન્યા રાશિવાળા લોકો પોતાના ભાઈને મોતીચુરના લાડુ ખવડાવે. ગણેશજીના પ્રતિકવાળી રાખડી બાંધો. લીલા રંગની રાખડી પણ બાંધી શકો છો. લીલો રૂમાલ ભેટ આપો.
તુલા - તુલા રાશિના ભાઈને શીરો અથવા ઘરમાં બનાવેલી મીઠાઈ ખવડાવો. રેશમી આછા પીળા દોરાવાલી રાખડી કે સફેદ રંગની રાખડી બાંધો. સફેદ રૂમાલ ભેટ આપો.
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે લાલ રંગની રાખડી શુભ રહેશે. મોતીવાળી રાખડી જીવનમાં ખુશીઓ લઈને આવશે. તમારા ભાઈને કંકુનુ તિલક લગાવો અને ક્રીમ રંગનો રૂમાલ ભેટ આપો. ગોળથી બનેલી મીઠાઈ ખવડાવો.
વધુ રાશિ વિશે જાણવા આગળ ક્લિક કરો
ધન - પીળા રેશમી રંગની રાખડીનો પ્રયોગ કરો. ચંદનની રાખડી જીવનને પણ મહેકાવી શકે છે. હળદર અને કુમકુમનું તિલક કરો. રૂમાલ ડાર્ક લાલ રંગનો ભેટ કરો. ધનુ રાશિના ભાઈને રસગુલ્લા ખવડાવો.
મકર - ડાર્ક રંગોની રાખડી આ રાશિના લોકોની અશુભતાથી રક્ષા કરશે. કેસરનુ તિલક લગાવો. અને રૂમાલ સફેદ રંગનો હોય તો સારુ રહેશે. ભાઈને બાલુશાહી ખવડાવો.
કુંભ - કલાકંદ ખવડાવો. ભૂરા રંગથી સજેલી રાખડી બાંધો. રુદ્રાક્ષથી બનેલી રાખડી શુભ રહેશે. હળદરનુ તિલક લગાવો. રૂમાલનો રંગ આસમાની ભૂરો શુભ રહેશે.
મીન - મીન રાશિવાળા ભાઈઓની બહેનો પીળા રંગની રાખડી બાંધે. હળદરનુ તિલક લગાવો અને રૂમાલ સફેદ રંગનો ભેટ આપો. મિલ્ક કેક ખવડાવો.