ચાંદીની થાળીમાં મુકો બળેવની વસ્તુઓ
ચંદન અને કળશ રાખવા પણ જરૂરી છે.
ભાઈઓની ખૂબ પ્રગતિ થાય
Raksha Bandhan 2022: ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર રક્ષાબંધન આ વખતે 22મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. તમામ ઘરોમાં રાખડીની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રક્ષાબંધનના દિવસે, બહેનો તેમના ભાઈઓને તેમના રક્ષણનું વચન આપવા અને તેમને રાખડી બાંધવા અને તેમની આરતી કરવા કહે છે. રાખડીની થાળી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો રાખડીની થાળીને સજાવીને યોગ્ય રીતે રાખડી બાંધવામાં આવે તો ભાઈને સુખી જીવન અને લાંબુ આયુષ્ય મળે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ રક્ષાબંધનના દિવસે રાખી થાળીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ.
ચાંદીની થાળી : તમે જે થાળીમાં રાખડી બાંધવાની તમામ વસ્તુઓ મુકવાના છો, જો તે થાળી ચાંદીની હોય તો માતા લક્ષ્મી તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. ચાંદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાંદીની થાળીમાં રક્ષાબંધન માટેની વસ્તુઓ મુકવાથી તમારા ભાઈનુ જીવન ઉજ્જવળ થ શે અને તેનું ઘર ધનથી ભરેલું રહેશે.
કળશ - કળશ વગર ઉપવાસ, પૂજા શક્ય નથી. એવું માનવામાં આવે છે કે કળશમાં જીવનનું અમૃત સમાયેલું છે. કળશ જીવનનુ પોષણ કરે છે અને હિંદુ માન્યતાઓ અનુસાર, દેવી લક્ષ્મી કળશને પોતાના હાથમાં રાખે છે. તેથી, રક્ષાબંધનની થાળીમાં કળશ મુકવો ફરજિયાત છે.
દીવો: દિવાની સરખામણી માતા લક્ષ્મી સાથે કરવામાં આવી છે, તેથી થાળીમાં દીવો હોવો જોઈએ. દીવામાંથી પ્રકાશ આવે છે અને પ્રકાશ જીવનમાં સકારાત્મકતા લાવે છે. દિવાને આનંદ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે.
રાખડી - રાખડી એ માત્ર રેશમનો દોરો નથી પરંતુ તે બે પવિત્ર અતૂટ સંબંધોને દર્શાવે છે. રાખડીનો દોરો પણ એ વચનની યાદ અપાવે છે. જે એક ભાઈ પોતાની બહેનની રક્ષા માટે કરે છે.
ચંદન: રક્ષાબંધનની થાળીમાં ચંદન જરૂર હોવું જોઈએ. ચંદન નકારાત્મકતા દૂર કરે છે. જો તમે રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને ચંદનનું તિલક લગાવો છો તો તે ખૂબ જ શુભ છે. હિંદુ ધર્મમાં તિલકને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તમારા ભાઈના કપાળ પર તિલક લગાવો છો, તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ભાઈ પર બની રહે છે.
મીઠાઈ - મીઠાઈઓ સુખનું પ્રતીક છે. તે પહેલા દેવી લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે દરેકને વહેંચવામાં આવે છે.
રાખડી બાંધતી વખતે બોલો આ મંત્ર -
येन बद्धो बलि राजा,दानवेन्द्रो महाबलः ।
तेन त्वाम प्रति बच्चामि रक्षे, मा चल मा चल।
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. વેબદુનિયા આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહી રજુ કરવામાં આવેલ છે)