Publish Date: Tue, 02 Aug 2022 (14:38 IST)
Updated Date: Tue, 02 Aug 2022 (14:40 IST)
Raksha Bandhan 2022- ભાઈ બેનનો પ્રેમનો તહેવાર રક્ષાબંધન આ વખતે આ કે 12ને ઉજવવાને લઈને મૂંઝવણની સ્થિતિ બનેલી છે. મિથિલા અને બનારસ પંચાગ જાણકારો મુજબ આ વિષય પર મંથન કરાયુ. મંથન પછી વધારેપણુ જાણકાર 12 ઓગસ્ટને જ રક્ષાબંધન ઉજવવાને લઈને રાજી થયા છે.
રક્ષાબંધન શ્રાવણ શુક્લ પૂર્ણિમાને ઉજવાય છે. પંચાગ મુજા પૂર્ણિમા તારીખ 11 ઓગસ્ટને 9.35 ને સવારે શરૂ થઈ રહી છે. જે 12 ઓગસ્ટને સવારે 7.17 વાગ્યે સુધી રહેશે. 11 ઓગસ્ટને જ્યારે પૂર્ણિમા શરૂ થઈ રહી છે. તેની સાથે જ ભદ્રાકરણ શરૂ થઈ રહ્યુ છે. જે રાત્રે 8.25 વાગ્યે સુધી રહેશે.
ભદ્રામાં રક્ષાબંધન નથી
ભદ્રામાં કોઈ પણ રીતે રક્ષસૂત્ર નથી બાંધી શકાય છે. ભદ્રા રાત્રે સમાપ્ત થઈ રહ્યો છે. રાત્રે રક્ષાસૂત્ર બાંધવાનો વિધાન જ નથી. રક્ષાસૂત્ર બાંધવાથી પહેલા દેવતાઓને ચઢાવીએ છે. પંડિતો કહે છે કે પૂર્ણિમાની ઉદયાતિથિ 12 ઓગસ્ટને આવી રહી છે. તેથી ઉદયાતિથિને ઉજવતા સૂર્ય અસ્ત થતા સુધી રક્ષાબંધન ઉજવી શકાય છે.