રક્ષાબંધન ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર જ નથી પણ તંત્રમાં તેને તાંત્રિક ક્રિયાઓ અને નાના-મોટા લાભ આપનારા ટોટકા માટે સૌથી વિશેષ દિવસોમાંથી એક માનવામાં આવે છે. જો તમે પણ આ રક્ષાબંધન પર ધન અને વેપાર સાથે જોડાયેલ બધી સમસ્યાઓ ખતમ કરવા માંગો છો તો અપનાવો આ સરળ ઉપાય...
વેપારમાં વૃદ્ધિ માટે
રક્ષાબંધનના દિવસે મહાલક્ષ્મી મંદિરમાં કે ઘર પર જ દેવી લક્ષ્મીનુ પૂજન કરી દૂધ, ચોખા, કેળા અને પંચ મેવાથી બનેલીખીર દેવીને અર્પણ કરો અને બાળકોને પ્રસાદના રૂપમાં વહેંચી દો.
શત્રુ વધુ પરેશાન કરી રહ્યા હોય તો
શત્રુ/દુશ્મન પરેશાન કરી રહય છે તો રક્ષાબંધનના દિવસે હનુમાનજીનો ચોલો ચઢાવીને ગોળનો પ્રસાદ ચઢાવો. તેમજ ગુલાબના ફૂલ ચઢાવો. આ સમસ્યાનુ સમાધાન થઈ જશે.
webdunia gujarati ના Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને
ગરીબી દૂર કરવા માટે
કોઈપણ એવો છોડ જે વટવૃક્ષના નીચે ઉગેલો હોય, રક્ષા બંધનના દિવસે તમારા ઘરે લાવીને કોઈ કુંડામાં રોપી દો. આવુ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સ્થાઈ લક્ષ્મીનો નિવાસ રહે છે.
પૈસો પરત ન મળી રહ્યો હોય તો
કોઈએ તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે અને પરત નથી કરી રહ્યો તો રક્ષાબંધનના દિવસે સૂકા કપૂરનું કાજળ બનાવીને એક કાગળ પર તેનુ નામ આ કાજળથી લખીને એક ભારે પત્થરથી દબાવી દો. પૈસા ખૂબ જલ્દી પરત મળી જશે.
બીમાર રહો છો તો - જો તમે મોટાભાગે બીમાર રહો છો તો રાત્રે એક સિક્કો માથા પાસે મુકો અને સવારે એ સિક્કાને સ્મશાનમાં બહારથી ફેંકી આવો. આ સમસ્યા જલ્દી ખતમ થઈ જશે.
જો વેપારમાં સફળતા ન મળી રહી હોય તો
જો તમે વેપારમાં સતત અસફળ રહો છો તો રક્ષાબંધનના દિવસે બપોરે પાંચ પાતળા છાલટાના લીંબુ, એક મુઠ્ઠી કાળા મરી અને એક મુઠ્ઠી પીળી સરસવને એકસાથે મુકી દો અને બીજા દિવસે સવારે આ બધી વસ્તુઓને કોઈ સૂમસામ સ્થાન પર ગાઢી દો.
ઋણ મુક્તિ માટે
રક્ષાબંધનના દિવસે ઘઉંના લોટમાં ગોળ મિક્સ કરીને તેના પુઆ બનાવો અને કોઈ હનુમાન મંદિરમાં જઈને ચઢાવો અને ગરીબોમાં વહેંચી દો. કર્જથી મુક્તિ મળી જશે.
ધન સમૃદ્ધિ માટે
જો તમે આપાર ધન સમૃદ્ધિ ઈચ્છો છો તો રક્ષાબંધનના દિવસે લાલ રંગના માટીના ઘડામાં નારિયળ મુકીને તેના પર લાલ કપડુ ઢાંકીને મોલી બાંધીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો.
આર્થિક કામમાં નિષ્ફળતા મળી રહી હોય તો
સરસવના તેલમાં સેકેલા ઘઉંના લોટ અને જૂના ગોળથી તૈયાર સાત પૂવા, સાત આંકડાના ફુલ, સિંદૂર, લોટથી તૈયાર સરસવના તેલનો દીવો, પત્તલ કે એરંડીના પાન પર મુકીને રક્ષાબંધનની રાત્રે કોઈ ચારરસ્તા પર મુકીને કહો - હે મારા દુર્ભાગ્ય તને અહી છોડીને જઈ રહ્યો છુ. કૃપા કરીને મારો પીછો ન કરીશ.
કાર્ય સિદ્ધિ માટે
રક્ષાબંધનના દિવસે ગણેશજીના ચિત્ર સામે લવિંગ અને સોપારી મુકો. જ્યારે પણ ક્યાય કામ પર જાવ તો આ લવિંગ અને સોપારી સાથે લઈ જાવ. તો કામ સિદ્ધ થશે.