Select Your Language
કાજુ કલશ ગ્લોરી
સામગ્રી - કાજૂ ટુકડી 100 ગ્રામ, માવો(તાજો) 100 ગ્રામ, ખાંડ (વાટેલી) 150 ગ્રામ, ઈલાયચી વાટેલી 6, કેસરી રંગ થોડો, પિસ્તા 20 ગ્રામ. બનાવવાની રીત - કાજૂ મિક્સરમાં વાટો, કડાહીમાં માવો ગરમ કરીને ઉતારી લો. ઠંડો થાય કે તેમા ખાંડ, ઈલાયચી પાવડર, કાજુ પાવડર નાખીને લોટ જેમ બાંધી મુકો. નાના લૂઆ બનાવી કળશનો શેપ આપો. દરેક કળશ પર પિસ્તા થી ડેકોરેશન કરો. થોડીવાર ફ્રિજમાં મુકો કેસરીયા રંગથી કળશ પર સાથિયો બનાવો અને સર્વ કરો.