મારા જાણીતા એક પરિવારમાં બે પરણિત બહેનો એક સાથે રહેતી હતી, પરંતુ તેઓનું જમવાનું અલગ - અલગ હતું. તેમાં નાની બહેન એટલે કે
દેરાણી બહુ પાકી હતી, તે દર વર્ષે રક્ષાબંધંનના રોજ તેના પિયર જતી રહેતી અને આ તહેવારની મજા લેતી, પરંતુ મોટી બહેન (જેઠાણી)ને સાસરીમાં રહીને તેની નળંદોની સેવા કરવી પડતી હતી.
મોટી બહેનની રાખડી તેની નાની બહેન જ બાંધી આવતી હતી. તેમછતાં મોટી બહેન ખૂશ હતી, કારણ કે તે તેના કર્તવ્યનું પાલન કરીને પણ રક્ષાબંધન તહેવાર ઉજવતી હતી.
એક બાજુ તો આપણે ભાઇ-બહેનના સંબંધોની વાતો કરીયે છીએ અને બીજી બાજુ જયારે સંબંધોને સાચવાનો સમય આવે છે ત્યારે આપણે મેદાન છોડીને ભાગી જઇએ છીએ. સંબંધો નિભાવવાની આ પરંપરા કયાં સુધી બરાબર કહી શકાય. ખાસ કરીને રક્ષાબંધંનના આ તહેવારના સમયે કે જ્યારે બહેન તેના ભાઇઓની લાંબી ઉમંરની પ્રાર્થના કરતી હોય છે.