* જો ભાઇ વિદ્યાર્થી છે -
જો તમારો ભાઇ સ્કૂલમાં કે કોલેજમાં અભ્યાસ કરે છે તો તેના ઉપયોગમાં આવનારી વસ્તુ ખરીદો તેની પસંદગી ભેટના સ્વરૂપે કરી શકો છો. જેવી રીતે કે રેફરંસ બુકસ, ઉપન્યાસ અને મજેદાર સીડી વગેરે...
* પરણિત ભાઇઓ માટે -
જો તમારો ભાઇ પરણિત છે જો તો તેના ઘર માટે સારી ભેટ લઇ શકો છો. જેવી રીતે કે સારી પેંટિંગ્સ,ક્રોકરી અથવા તો તેની પસંદગીની મિઠાઇ, ચોકલેટ કે સૂકા માવાનુ બોક્સ વગેરે...
* નાના ભાઇઓ માટે -
પોતાના નાના ભાઇ માટે ગેમ્સ કે ગેમ્સની સીડી કે પછી રમકડાં કાર પણ ખરીદી શકો છો.બેબ્લેડ્સ,તેમની પસંદગીદાર કાર્ટૂન પાત્ર,ચોકલેટ-કેંડીઝ અથવા તો તેને જે વધુ પસંદ હોય.
* બહેનો માટે ઉપહાર -
ઘરેણાંની શોખીન બહેનો માટે
કેટલાંક ખૂબ જ સારા ઘરેણાં જેવા કે વિંટી,કાનના ટોપ્સ અથવા તો ગળાનો હાર તમે ખરીદી શકો છો. જો તમારૂ બજેટ સારૂ હોય તો તમે સોનાના કે હિરાના ઘરેણાં આપી શકો છો નહીંતર આજકાલ ખૂબ જ સરસ ઇમિટેશન જવેલરી મળે છે. તમે એ બાબતનું ધ્યાન રાખો કે તમારી બહેનને શું પસંદ છે. કદાચ એવું ના થાય કે તેને ગળામાં પહેરવાનો કિંમતી હાર આપોને તેને હાર પહેરવાનો શોક ન હોય.
* ફેશનેબલ બહેન માટે -
બીડ કે મીરરના વર્કવાળા બેગ્સ તેમના માટે ખૂબ જ સારા લાગશે. કેટલીક નવી ડિઝાઇનના કપડાં મેળવીને તેનું મન ખુશ થઇ જશે. સારા પરફ્યૂમ, ટોપ્સ કે પારંપરિક બોક્સ પણ આપી શકો છો.
* નાની બહેનો માટે -
પ્યારી-પ્યારી નાની બહેનો માટે તમે ટેડીબિયર, ચોકલેટ્સ, અથવા તો સ્ટેશનરી આઇટમ ખરીદી શકો છો. જો તે અભ્યાસમાં રૂચિ ધરાવે છે તો તેના માટે નોવેલ જેમ કે હેરી પોર્ટર આપી શકો છો.
* પરિણીત બહેનો માટે -
તેમના ઘરની સજાવટ માટે કેટલીક ભેટ જેમ કે પેટિંગ્સ, ફ્લાવર પોટ કે મૂર્તિ વગેરે ફેંસી શો પીસ આપી શકાય. પરફ્યૂમ કે જ્વેલરી આઇટમ પણ આપી શકાય.