દિવસ સુધી રાખડી બાંધી રાખે છે તો કેટલાક લોકો જન્માષ્ટમી કે દશેરા સુધી રાખી મૂકે છે. મોતીની રાખડી હોય તો આરામથી બાંધીને સાચવી શકાય છે.આને બનાવવા માટે ટિકાઉ અને પલળવાથી ખરાબ ન થાય તેવી વસ્તુઓનો પ્રયોગ કરવો જોઈએ. જેની સાથે કોઈ પણ ભગવાનનું પ્રતિક કે ચિહ્ન અથવા તો રુદ્રાક્ષ લઈ લો. તુલસીના મોતી, ચંદનના મોતી કે શેલનો પણ પ્રયોગ કરી શકાય છે.50
ઈંચ લાંબો દોરો લો. તેને વચ્ચેથી વાળી દો. દોરાને મરજીમુજબ જમાવો. છેડાથી થોડે દૂર ગાંઠ વાળી લો. વચ્ચે પ્રતિક ચિહ્ન કે રુદ્રાક્ષ ગુંદરથી ચોંટાડી દો. છેડા પર રહેલાં બધા લૂપોને કાપી લો. હવે દોરાના બંને છેડા પર તુલસીના દાણા, ચંદનના દાણા કે નાના શેલ ચોટાડી દો અથવા સીવી દો.ચાંદી કે સોનાની રાખડી - બજારમાંથી સોનાની કે ચાંદીની રાખડી લાવીને એવી જ બાંધી દેવાને બદલે તેમાં પણ તમારી સૃજનાત્મકતા પ્રમાણે કલાનો પ્રયોગ કરી તેને કિમતી બનાવી શકો છો. તે માટે તમારા મનગમતા દોરાનો પ્રયોગ કરી શકો છો. જુના લોકેટની રાખડી -
સોનેરી કે ચંદેરી દોરા, સોનેરી કે ચંદેરી મોતી અને જુનુ લોકેટ લો. દોરામાં એક સરખા અંતરે ગાંઠ બાંધો અને વચ્ચે વચ્ચે મોતી લગાઓ. દોરાની બરાબર વચ્ચે લોકેટ ચોંટાડો. બંને છેડાને બાંધી લો.
રાખડી બનાવવા માટે પૂજામાં હંમેશા લેવાતા દોરાને બદલે ફેંસી, સિલ્ક કે નેટની પાતળી પટ્ટિયોનો પ્રયોગ કરી શકો છો. આમાંથી એક દોરો ખેંચી લો અને ખેંચાઈને જે આકાર બને તેને દોરાથી ફિક્સ કરી લો.