Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એચ.ડી. દેવેગૌડા : નસીબે બનાવ્યા વડાપ્રધાન

એચ.ડી. દેવેગૌડા : નસીબે બનાવ્યા વડાપ્રધાન
, સોમવાર, 1 એપ્રિલ 2019 (16:58 IST)

એચડી દેવેગૌડાને પોતાના રાજનૈતિક અનુભ અને નીચેની પાયરીના લોકો સુધીની તેમની સારી એવી પહોંચના કારણે રાજ્યની સમસ્યાઓને પહોંચી વળવામાં સહાય મળી હતી. તેમણે જ્યારે હુબલીના ઈદગાહ મેદાનનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમની રજનૈતિક વિલક્ષાણતાની ઝલક સૌને ફરી દેખાઈ આવી હતી. અલ્પસંખ્યક સમુદાય માતેનું આ મેદાન હંમેશા જ રાજનૈતિક વિવદનો મુદ્દો ર્હ્યો રહ્યો છે. દેવેગૌડાએ સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક આ મુદ્દાનું સમાધાન કરેલું.

પ્રારંભિક જીવન : ૧૮મી મે ૧૯૩૩ના રોજ કર્ણાટકના હરદન હલ્લી ગામ હસનના તાકુમામાં જન્મેલા દેવેગૌડાના પરિવારમાં પત્ની ચેનમ્મા અને ૪ પુત્ર અને ૨ પુત્રી છે. સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા મેળવ્યા બાદ તેમણે માત્ર ૨૦ વર્ષની ઉંમરે જ સક્રિય રાજકારણમાં ભાગ લેવાનું શરૂ કરી દીધુ હતું. તેમના પિતાનું નામ ડોડ્ડે ગૌડા અને માતાનું નામ દેવમ્મ હતું.

રાજનૌતિક જીવન : ૧૯૫૩ માં તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને ૧૯૬૩ સુધી તેઓ તેના જ સભ્ય હતાં. ૧૯૬૨ માં કર્ણાટક વિધાનસભામાં તેઓ ધારાસભ્ય બન્યા. માર્ચ ૧૯૭૫ થી માર્ચ ૧૯૭૬ સુધી અને નવેમ્બર ૧૯૭૬ થી ડિસેમ્બર ૧૯૭૭ સુધી તેઓ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે તેમને નામના મળી. હાસન લોકસભા મતવિસ્તારમાં ૧૯૯૧માં તેઓ સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. સન. ૧૯૯૪ માં રાજ્યમાં જનતાદળની જીતનો શ્રેય પણ તેમને જ જાય છે. જનતા દળના નેતા ચુંટાયા બાદ તેઓ ૧૧ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ કર્ણાટકના ૧૪ મા મુખ્યમંત્રી બન્યા.

૧૯૯૬માં પ્રથમ વાર વડાપ્રધાન બન્યા : આને તમે દેવેગૌડાનું નસીબ જ સ્મજો કે તેઓ સીધા વડાપ્રધાન પદ પર પહોંચી ગયા. વાત એમ હતી કે ૩૧મી જૂન ૧૯૯૬ના રોજ ૨૪ પક્ષો વાળ સંયુક્ત મોરચાનું કોંગ્રેસના સમર્નથી ઘડતર થયું અને દેવેગૌડાને સંયુક્ત મોરચાના નેતા જાહેર કરે દેવામાં આવ્યા અને તેઓ વડાપ્રધાન બની ગયા. પરંતુ કોંગ્રેસની નીતિઓને અનુકુળ થઈને ચાલ્યા મહી એટલે દેવેગૌડાને એપ્રિલ ૧૯૯૭માં વડાપ્રધાન પદેથી હટી જવુ પડ્યુ હતું.

વિશેષ બાબતો : ૧૯૭૫-૭૬માં કટોકટીમાં તેમને જેલયાત્રા પણ કરવી પડી હતી. ત્યારે તેઓ લોકસભાના હાસન મતવિસ્તારમાંથી સંસદસભ્ય તરીકે ચુંટાઈ આવેલા ત્યારે તેમણે રાજ્યની સમસ્યાઓને અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યાઓને ના નિવારણમાં ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

દેવગૌડાએ ખેડૂતોની દુર્દશા બાબતે સંસદમાં સ્પષ્ટ રીતે પોતાન વિચારો રજૂ કરેલા જે બદલ તેમની ઘણી પ્રશંસા થયેલી. સંસદ અને તેની સંસ્થાઓની પ્રતિષ્ઠા અને ગરિમા ઉન્નત રાખવા માટે પણ તેમની ઘણી પ્રશંસા થઈ છે. તેમનો રાજનૈતિક અનુભન અને નીચેના સ્તરના લોકિ સુધી તેમની સીધી પહોંચના કારણે રાજ્યની સમસ્યાઓને પહોંચી વળવામાં તેમને સફળતા મળી હતી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું કાશ્મીર અને આર્ટિકલ 35-A માટે નહેરુ જવાબદાર છે?