Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા

જન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા
અમદાવાદ , બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (10:14 IST)
.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 64 વર્ષના થઈ ગયા છે. પોતાનો જન્મદિવસ પર નરેન્દ્ર મોદી અમદાવાદમાં પોતાની માતાના ઘરે પહોંચ્યા અને તેમની પાસેથી આશીર્વાદ લીધા. પ્રધાનમંત્રી બન્યા પછી આ પ્રથમવાર છે જ્યારે તેમણે પોતાની માતાની મુલાકાત કરી. આ પહેલા ચૂંટ્ણી પરિણામો પછી તેઓ પોતાની માતાને મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. 
 
પ્રધાનમંત્રીના રૂપમાં પોતાના પ્રથમ જન્મદિવસ પર મોદી પોતાની માતા હીરાબેનને મળવા કોઈપણ સુરક્ષા વગર સામાન્ય વાહનથી એકલા જ અમદાવાદથી 23 કિલોમીટર દૂર ગાંધીનગર પહોંચ્યા. આ પ્રસંગ પર હીરાબેને જમ્મુ કાશ્મીર માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં પાંચ હજાર રૂપિયાનુ દાન કર્યુ. 
 
આ અવસર પર જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબેએ મોદીને ફોન પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ બંને નેતાઓ વચ્ચે વિશેષ સંબંધોનુ પ્રતિક છે. મોદીએ એક પખવાડિયા પહેલા જાપાનનો પ્રવાસ કર્યો હતો અને એ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંબંધોની ગર્મજોષી જોવા મળી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ફોન કરીને મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. 
 
પ્રધાનમંત્રી મોદી પહેલા જ પોતાના મિત્રો અને શુભચિંતકોને આગ્રહ કરી ચુક્યા છે કે તેઓ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ ન ઉજવે અને આવુ કરવાને બદલે પોતાનો સમય અને સંસાધન વિનાશકારી પૂરનો સામનો કરી રહેલ જમ્મુ કાશ્મીરના લોકોના રાહત કાર્યમાં લગાવે. 
 
મોદી આજે ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગનુ સ્વાગત કરવા માટે ગુજરાતમાં છે. ચીનના રાષ્ટ્રપતિ આજે મતલબ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ ભારત આવી રહ્યા છે અને તેઓ દિલ્હીને બદલે ગુજરાતથી યાત્રાની શરૂઆત કરશે. જેને લઈને અમદાવાદમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati