જન્મ સ્થળથી જ લગભગ 80 કિમી.ના અંતરે આવેલુ છે હનુમાનગઢ જિલ્લાના નોહર ઉપખંડમાં આવેલ ગોગાજીનુ પાવન ધામ ગોગામેડીમાં ગોગાજીનું સમાધિ સ્થળ, જે સાંપ્રદાયિક સંપ્રદાયનો અનોખું પ્રતિક છે, જ્યાં એક હિન્દૂ અને એક મુસ્લિમ પૂજારી ઉભા રહે છે. શ્રાવણ શુક્લ પૂર્ણિમાથી લઈને ભાદરવા શુક્લ પૂનમ સુધી ગોગા મેડીના મેળામાં વીર ગોગાજીની સમાધિ તથા ગોરખટીલા ખાતે ગુરૂ ગોરખનાથના ધૂન પર શીશ ઝુકાવીને ભક્તજનો મન્નતો માંગે છે. 'ગોગા પીર' અને 'જાહર વીર'ના જયકારોની સાથે વીર ગોગાજી અને ગુરૂ ગોરખનાથના પ્રત્યે ભક્તિની અવિરલ ધારા વહે છે. ભક્તજન ગુરૂ ગોરખનાથના ટીલા પર જઈને શીશ નમાવે છે, પછી ગોગાજીની સમાધિ પર આવીને ધોક આપે છે. પ્રદેશની લોક સંસ્કૃતિમાં ગોગાજીના પ્રત્યે અપાર આદરભાવ જોતા કહેવામાં આવ્યુ છે કે 'ગામ ગામમાં ખેજડીમ ગામ ગામમાં ગોગા' વીર ગોગાજીનો આદર્શ વ્યક્તિત્વ ભક્તજનોને માટે સદૈવ આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે. વિદ્વાનો અને ઈતિહાસકારોએ તેમના જીવનને શોર્ય, ધર્મ, પરાક્રમ અને ઉચ્ચ જીવન આદર્શોનુ પ્રતીક માને છે. આ વખતની યાત્રા તમને કેવી લાગી જણાવો.
કેવી રીતે પહોંચશો :
હવાઈમાર્ગ - ગોગાદેવ જન્મભૂમિ સ્થળની સૌથી નજીક જયપુર હવાઈ મથક છે.
રેલવે માર્ગ - જયપુરથી લગભગ 250 કિમી. દૂર આવેલ સાદલપુર સુધી ટ્રેન દ્વારા જઈ શકાય છે.
રોડ દ્વારા - જયપુર દેશના બધા રાષ્ટ્રીય માર્ગથી જોડાયેલો છે. જયપુરથી સાદલપુર અને સાદલપુરથી 15 કિમી. ના અંતરે દત્તખેડામાં ગોગાજીના જન્મસ્થળ સુધી બસ કે ટેક્સી થી જઈ શકાય છે.