Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી લક્ષ્મી નરસિંહ ચંદનોત્સવ

શ્રી લક્ષ્મી નરસિંહ ચંદનોત્સવ
W.D
અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ (વૈશાખ માસ) સિંહાચલ પર્વતની છટા જ નિરાળી હોય છે. આ પવિત્ર દિવસે અહીં વિરાજેલા શ્રી લક્ષ્મીનરસિંહ ભગવાનનો ચંદનથી શણગાર કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાનની મૂર્તિનુ વાસ્તવિક સ્વરૂપ ફક્ત આ જ દિવસે જોઈ શકાય છે. સિંહાચલ ક્ષેત્ર અગિયારમી સઈમાં બનેલા વિશ્વના ગણ્યાં-ગાંઠ્યા પ્રાચીન મંદિરોમાંથી એક માનવામાં આવે છે.

'સિંહાચલ' શબ્દનો અર્થ છે સિંહનો પર્વત. આ પર્વત ભગવાન વિષ્ણુના ચોથા અવતાર પ્રભુ નરસિંહનુ નિવાસ સ્થાન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સ્થળે ભગવાન નરસિંહ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષાને માટે અવતર્યા હતા, જ્યારે પ્રહલાદને પર્વત પરથી સમુદ્રમાં ફેકવામાં આવી રહ્યો હતો.

સ્થળપુરાણના મુજબ ભક્ત પ્રહલાદે જ આ સ્થળે નરસિંહ ભગવાનનુ પહેલુ મંદિર બનાવડાવ્યુ હતુ. ભક્ત પ્રહલાદે આ મંદિર નરસિંહ ભગવાન દ્વારા તેમના પિતાના વિનાશ પછી બનાવડાવ્યુ હતુ. પરંતુ કૃતયુગના પછી આ મંદિરની દેખરેખ ન થઈ શકી અને આ મંદિર ગર્તમાં સમાઈ ગયુ. પરંતુ લુનાર વંશના પુરૂરવાએ એકવાર ફરી આ મંદિરની શોધ કરી અને તેનુ નવનિર્માણ કરાવડાવ્યુ.

માનવામાં આવે છે કે ઋષિ પુરુરવા એકવાર પોતાની પત્ની ઉર્વશીની સાથે વાયુ માર્ગથી ભ્રમણ કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન તેમનુ વિમાન કોઈ નૈસર્ગિક શક્તિથી પ્રભાવિત થઈને દક્ષિણના સિંહાચલ ક્ષેત્રમાં જઈ પહોંચ્યુ. તેમણે જોયુ કે પ્રભુની પ્રતિમા ઘરતીન ગર્ભમાં સમાયેલી છે. તેમણે આ પ્રતિમાને કાઢી અને તેના પર જામેલી ધૂળ સાફ કરી. આ દરમિયાન એક આકાશવાણી થઈ કે આ મૂર્તિને સાફ કરવાને બદલે આને ચંદનના લેપથી ઢાંકીને મૂકવમાં આવે.

આ આકાશવાણીમાં તેમણે આ પણ આદેશ મળ્યો કે આ મૂર્તિને શરીર પરથી વર્ષમાં ફક્ત એકવાર, વૈશાખ મહિનાના ત્રીજા દિવસે ચંદનનુ આ લેપ હટાવવામાં આવે અને વાસ્તવિક મૂર્તિના દર્શન થઈ શકશે.
આકાશવાણીનુ અનુકરણ કરતા આ મૂર્તિને ચંદનના લેપથી ઢાંકી દીધો અને વર્ષમાં ફક્ત એક વાર જ આ મૂર્તિનો લેપ હટાવવામાં આવે છે. ત્યારથી શ્રી વરાપ લક્ષ્મી મરલિંહ સ્વામી ભગવાનની મૂર્તિને સિંહાચલમાં જ સ્થાપિત કરવામાં આવી.

મંદિરનુ મહત્વ -

આંઘ્રપ્રદેશના વિશાખા પટનમમાં આવેલ આ મંદિર વિશ્વના પ્રાચીન મંદિરોમાંથી એક માનવામાં આવે છે જેનુ નિર્માણ પૂર્વી ગંગાયોમાં તેરમી સદીમાં કરાવડાવ્યુ હતુ. આ સમૃદ્રી તટથી 800 ફીટ ઉંચુ છે અને ઉત્તરી વિશાખાપટ્ટનમથી 16 કિલોમીટરના અંતરે આવેલુ છે.

મંદિર પહોંચવાનો માર્ગ અનાનસ, કેરી વગેરે ફળોના ઝાડથી સજાયેલો છે. રસ્તામાં મુસાફરોના વિશ્રામ માટે હજારોની સંખ્યામાં મોટા પથ્થર આ ઝાડના છાયામાં સ્થાપિત છે. મંદિર સુધી ચઢવાને માટે સીઢીનો રસ્તો છે જેમાં વચ્ચે વચ્ચે તોરણ બનેલા છે.
webdunia
W.D

શનિવાર અને રવિવારના દિવસે આ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શન કરવા આવે છે. સાથે જ અહીં દર્શન કરવા માટે સૌથી યોગ્ય સમય એપ્રિલથી જૂન સુધીનો હોય છે. અહીં ઉજવવામાં આવતા મુખ્ય તહેવારો છે વાર્ષિક કલ્યાણમ (ચૈત્ર શુધ્ધ એકાદશી) અને ચંદન યાત્રા(વૈશાખ મહિનાનો ત્રીજો દિવસ).

કેવી રીતે પહોંચશો ?

રોડ દ્વારા - વિશાખાપટનમ હૈદરાબાદથી 650 કિલોમીટર અને વિજયવાડાથી 350 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ સ્થળ માટે નિયમિતરૂપે હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, ચેન્નઈ અને તિરૂપતિથી બસ સેવા મળી રહે છે.

રેલ માર્ગ - વિશાખાપટનમ ચેન્નઈ કલકત્તા રેલ લાઈનનુ મુખ્ય સ્ટેશન માનવામાં આવે છે. સાથે આ માર્ગ નવી દિલ્લી, ચેન્નઈ, કલકત્તા અને હૈદરાબાદ સાથે પણ જોડાયેલો છે.

હવાઈ માર્ગ - આ સ્થાન હૈદરાબાદ, ચેન્નઈ, કલકત્તા, નવી દિલ્લી અને ભુવનેશ્વરથી હવાઈ માર્ગ સાથે સીધો જોડાયેલો છે. ઈંડિયન એયરલાઈંસની ફ્લાઈટ આ સ્થળે જવા માટે અઠવાડિયામાં પાઁચ દિવસ ચેન્નઈ, નવી દિલ્લી અને કલકત્તાથી મળી રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati