શ્રધ્ધાના કેન્દ્રમાં માઁ ચંદ્રિકા દેવી ધામ
મહાબલી વીરવર બર્બરીકનું તપસ્યા સ્થળ
લખનૌ. નવી દિલ્લી નેશનલ હાઈવે-24ના બખ્શીનુ તળાવ ગામથી 11 કિમી દૂર રસ્તા પર ચંદ્રિકા દેવી તીથ ધામની મહિમા અપરંપાર છે, કહેવાય છે કે ગોમતી નદીની પાસે આવેલ મહીસાગર સંગમ તીર્થના કિનારે એક જુના લીમડાના ઝાડના બખોલમાં નવ દુર્ગાઓની સાથે તેમની વેદિઓ લાંબા સમય થી સુરક્ષિત મુકી રાખી છે. અઢારમી સદીના પૂર્વાર્ધથી અહી માઁ ચન્દ્રિકા દેવુનુ વિશાળ મંદિર બનેલુ છે. ઉંચા ચબૂતરા પર એક મઠ બનાવી પૂજા અર્ચનાની સાથે દેવી ભક્તો માટે દરેક મહિનાની અમાસે અહીં મેળો લાગે છે, જે પરંપરા આજે પણ કાયમ છે. શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા માટે માઁ ના દરબારમાં આવીને માનતા માંગે છે, ચુંદડીની ગાઁઠ બાંધે છે અને મનોકામના પૂરી થયા પછી માઁ ને ચુઁદડી, પ્રસાદ ચઢાવી મંદિરના પ્રાગંણમાં ઘંટી બાંધે છે. માઁ ને પ્રસન્ન કરવા ભક્તો હવન કુંડમાં આહુતિઓ નાખે છે. દેવીના દરબારમાં કોઈપણ જાતની બલિ આપવાની મનાઈ છે. એટલુ કે અહીં નારિયળ પણ નથી ફોડાતુ. માઁ ચંદ્રિકા દેવી ધામની વિશેષતા છે કે અહીં કોઈની સાથે કોઈ ભેદભાવ નથી કરાતો. શ્રીમંત હોય કે ગરીબ, નીચલી જાતિનો હોય કે ઉચ્ચ જાતિનો, માઁ ચંદ્રિકા દેવીના દરબારમાં બધાને સમાન અધિકાર છે. અહીં મેળા વગેરેની સારી વ્યવસ્થા સંસ્થાપક સ્વ. ઠાકુર બેનીસિંહ ચૌહાણના વંશજ અખિલેશ સિંહ સાચવે છે. તેઓ કઠવારા ગામના પ્રધાન છે. મહિસાગર સંગમ તીર્થના પુરોહિત અને યજ્ઞશાળાના આચાર્ય બ્રાહ્મણ છે. માઁ ના મંદિરમાં પૂજા-અર્ચના નીચલી જાતિના માળીઓ દ્વારા અને પછુઆ દેવના સ્થળે (ભૈરવનાથ) પર આરાધના અનુસૂચિત જાતિના પાસિયો દ્વારા કરાવવામાં આવે છે. આવુ ઉદાહરણ બીજી જગ્યાએ મળવી મુશ્કેલ છે. સ્કંન્દ પુરાણના અનુસાર દ્વાપર યુગમાં ઘટોત્કચના પુત્ર બર્બરીકે માઁ ચંદ્રિકા દેવી ધામ સ્થળે મહિસાગર સંગમમાં તપ કર્યુ હતુ. ચંદ્રિકા દેવી ધામની ત્રણ દિશાઓ ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં ગોમતી નદીની જલધારા પ્રવાહિત થાય છે અને પૂર્વ દિશામાં મહિસાગર સંગમ તીર્થ આવેલુ છે. લોકવાયકા મુજબ મહીસાગર સંગમ તીર્થમાં કદી પણ પાણીની કમી નથી થતી અને આનો સીધો સંબંધ સાથે છે. આ પણ એક માન્યતા છે કે દક્ષ પ્રજાપતિના શાપથી પ્રભાવિત ચન્દ્રમાં ભગવાનને પણ શ્રાપમુક્તિ માટે આ મહીસાગર સંગમ તીર્થના પાણીમાં સ્નાન કરવા માટે ચદ્રિકા દેવી ધામમાં આવવુ પડ્યુ હતુ. ફોટો ગેલેરી માટે ક્લિક કરો. ત્રેતા યુગમાં લક્ષ્મણપુરી (લખનૌ)ના અધિપતિ ઉર્મિલા પુત્ર ચન્દ્રકેતુને ચન્દ્રિકા દેવી ધામના તાત્કાલિક આ વન ક્ષેત્રમાં અમાસની અર્ધરાત્રિમાં જ્યારે ભય વ્યાપ્ત થવા લાગ્યો ત્યારે તેમણે પોતાની માતા દ્વારા બતાવવામાં આવેલી નવદુર્ગાનુ સ્મરણ અને આરાધના કરી. ત્યારે ચદ્રિકા દેવીની ચન્દ્રિકાના આભાસથી તેમનો બધો ભય દૂર થઈ ગયો હતો. મહાભારતકાળમાં પાંચ પાંડુ પુત્ર દ્રોપદીની સાથે પોતાના વનવાસના સમયે આ તીર્થ પર આવ્યા હતા. મહારાજા યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો જેનો ઘોડો ચંદ્રિકા દેવી ધામના નજીકના રાજ્યના તત્કાલીન રાજા હંસધ્વજ દ્વારા રોકાવવાથી યુધિષ્ઠિરની સેના સાથે તેમણે યુધ્ધ કરવુ પડ્યુ, જેમાં તેમનો પુત્ર સુરથ તો જોડાયો પણ બીજો પુત્ર સુધન્યા ચંદ્રિકા દેવી ધામમાં નવદુર્ગાની પૂજા-આરાધનામાં તલ્લીન હતો અને યુધ્ધમાં હાજર ન રહેવાને કારણે તેણે આ જ મહિસાગરના વિસ્તારમાં ઉકળતા તેલના કઢાઈમાં નાખીને તેની પરીક્ષા લેવામાં આવી. માઁ ચંદ્રિકા દેવીની કૃપાથી તેમના શરીર પર કોઈ અસર ન થઈ. ત્યારથી આ તીર્થને સુધન્વા કુંડ તરીકે પણ ઓળખાવવા લાગ્યુ. મહારાષ્ટ્ર યુધિષ્ઠિરની સેના અર્થાત કટકે વાસ કર્યો હતો તે કટકવાસા કહેવાયો. આજે આને જ કઠવારા કહેવાય છે.
નવદુગાની સિધ્ધપીઠ ચંદ્રિકા દેવી ધામમાં એક વિશાળ હવન કુંડ, યજ્ઞશાળા, ચંદ્રિકા દેવીનો દરબાર, બર્બરીક દ્વાર, સુધન્વા કુંડ, મહીસાગર સંગમ તીર્થના ઘાટ વગેરે આજે પણ દર્શનીય છે.
હિન્દી સાહિત્યના ઉપન્યાસ સમ્રાટ સ્વ. અમૃતલાલ નાગરે પોતાના ઉપન્યાસ 'કરવટ'માં ચંદ્રિકા દેવીની મહિમાના ગુણગાન ગાયા જેમાં ઉપન્યાસના નાયક બંશીઘર ટંડન ચોકના વિસ્તારથી દેવીને પ્રસન્ન કરવા માટે અમાસે ચંદ્રિકા દેવીના દર્શન કરવા આવતો હતો. આજે પણ અમાસના દિવસેઆની પૂર્વ સંધ્યાએ માઁ ચંદ્રિકા દેવીના દર્શન કરવા આવે છે. આજે પણ અમાસના દિવસે અને તેની પૂર્વ સંધ્યાએ માઁ ચંદ્રિકા દેવીના દર્શનાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા લખનૌના ચોક વિસ્તારના દેવી ભક્તોની હોય છે.
સ્થાનિક લોકોનુ કહેવુ છે કે આસ્થા અને વિશ્વાસ્થી જોડાયેલ જૂનુ મહીસાગર સંગમ તીર્થને રાજસ્વ વિભાગના અભિલેખોમાં પાંચ એકર વિસ્તારવાળા સામાન્ય તાલના નામે અંકિત કરવામાં આવ્યુ છે. સ્થાનિક લોકો અને શ્રધ્ધાળુઓનુ કહેવુ છે કે આ જૂના તીર્થને સરકાર પોતાના અભિલેખોમાં નોંધે.