ગઢ કાલિકાના મંદિરમાં માઁ કાલિકાના દર્શન માટે રોજ હજારો ભક્તોની ભીડ ઉમટે છે. તાંત્રિકોની દેવી કાલિકાના આ ચમત્કારિક મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ જાણકારી નથી તે છતાં પણ આની સ્થાપના મહાભારતના સમયમાં થઈ હતી, પરંતુ તેમાં મૂર્તિ સતયુગના કાળની છે. ત્યાર બાદ આ પ્રાચીન મંદિરનો જીર્ણૉદ્ધાર પરમારકાળની અંદર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યાનો ઉલ્લીખ મળે છે. સ્ટેટકાલમાં ગ્વાલિયરના મહારાજાએ આનું પુન:નિર્માણ કરાવડાવ્યું હતું. આમ તો આ ગઢ કાલિકાના મંદિરનો શક્તિપીઠમાં સમાવેશ થતો નથી પરંતુ ઉજ્જૈનમાં હરસિદ્ધ શક્તિપીઠ હોવાને લીધે આ સ્થળનું મહત્વ વધી જાય છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારાની પાસે ભૈરવ પર્વત પર માઁ ભગવતી સતીના હોઠનો ભાગ પડ્યો હતો.
અહીંયા નવરાત્રિમાં ભરાતા મેળા સિવાય જુદા-જુદા અવસરે ઉત્સવ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. માઁ કાલિકાના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. ધર્મયાત્રાની આ કડીમાં આ વખતની યાત્રા તમને કેવી લાગી તે અમને જરૂર જણાવશો...
કેવી રીતે પહોચશો?
હવાઈમાર્ગ- ઉજ્જૈનથી ઈંદોર એરપોર્ટ લગભગ 65 કિલોમીટર દૂર છે
રેલ માર્ગ- ઉજ્જૈનથી મક્સી-ભોપાલ માર્ગ (દિલ્હી-નાગપુર લાઈન), ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ (મુંબઈ-દિલ્હી લાઈન) દ્વારા તમે સરળતાથી પહોચી શકો છો.
રોડમાર્ગ- ઉજ્જૈન-આગરા-કોટા-જયપુર માર્ગ, ઉજ્જૈન-બદનાવર-રતલામ-ચિત્તોડ માર્ગ, ઉજ્જૈન-દેવાસ-ભોપાલ માર્ગ વગેરે દ્વારા બસ કે ટેક્સીથી સરળતાથી પહોચી શકાય છે.