Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા
W.D
ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને પરિચય કરાવી રહ્યા છે ગુજરાતની શાન ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં દરેક વર્ષે અમદાવાદમાં અષાઢી સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળનારી આ રથયાત્રામાં લાખો શ્રધ્ધાળુઓ આનંદપૂર્વક ભાગ લે છે.

આ દિવસે જૂની અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરથી બહેન સુભદ્રા, ભાઈ બલરામની સાથે ભગવાન જગન્નાથ શહેર ભ્રમણ કરવા નીકળે છે. ત્રણ જુદા-જુદા રથો પર નીકળનારી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની સાથે ઘણા સાધુ-સંતો, મહિલા મંડળ અને અખાડા પણ જોડાય છે, અને કરતજબાજ વિવિધ કલાનુ પ્રદર્શન કરી ભગવાન જગન્નાથના પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરે છે.

આ દિવસે શહેરની છટા જોવા જેવી હોય છે. શહેરની દરેક ગલી ભક્તિરસમાં ડૂબેલી જોવા મળે છે. રસ્તેથી પસાર થતી સમયે જુદી જુદી જગ્યાઓ પર શ્રધ્ધાળુઓનુ ફૂલોથી સ્વાગત કરવામાં આવે છે. અને ભગવાન જગન્નાથના દર્શન કરી પોતાને ધન્ય માને છે.

ફોટોગેલેરી જોવા માટે ક્લિક કરો

કહેવાય છે કે સૌ પ્રથમ આ રથયાત્રાના દર્શન મંદિરના ગજરાજ કરે છે. પછી રાજ્યના સત્તાધિકારી સોનાની સાવરણીથી સફાઈ કરે છે. ત્યારબાદ રથ પ્રસ્થાન કરે છે. સવારથી નીકળતી આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને બપોરે સરસપુર વિસ્તારમાં વિશ્રામ કરવા માટે થોભે છે. અહીં યાત્રામાં જોડાયેલા ભક્તોને ભોજન કરાવવામાં આવે છે. કહેવાય છે કે લગભગ એક લાખથી વધુ ભક્તો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે.

webdunia
W.D
ભગવાન જગન્નાથ મંદિરના ઈતિહાસ વિશે કહેવાય છે કે આ મંદિર લગભગ 443 વર્ષ જૂનુ છે. ભક્તોનુ કહેવુ છે કે લગભગ 125 વર્ષ પહેલા ભગવાન જગન્નાથ મંદિરના મહંત શ્રી નરસિંહદાસજી મહારાજને સપનામાં આવીને આદેશ આપ્યો હતો ત્યારથી આજસુધી આ પરંપરા કાયમ છે. શ્રધ્ધાળુઓને વિશ્વાસ છે કે જે પણ આ રથયાત્રાના દર્શન કરે છે અથવા આ રથને હંકારે છે તેના જીવનરૂપી રથને ભગવાન જગન્નાથ પોતે હાંકે છે.

આમ તો રથયાત્રાને ખેંચવાનો અધિકાર ખલાસીઓને જ આપવામાં આવે છે. કહેવાય છે કે ભરૂચના ખલાસીઓએ સૌ પ્રથમ યાત્રા કાઢવા પોતાનો રથ આપ્યો હતો. રથયાત્રાને કોમી એકતાનો ઉત્સવ પણ મનાય છે. આ દિવસે મુસલમાન લોકો પણ મંદિરના મહંતનુ સ્વાગત કરે છે. આ રથયાત્રામાં પ્રસાદ રૂપે ભક્તોને જાંબુ, અને મગ આપવામાં આવે છે. ભગવાન જગન્નાથને નૈવેધના રૂપમાં કોળુ, ગવારનું શાક અને ખીચડી ચઢાવવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો ?

અમદાવાદ શહેર ભારતના બધા શહેરોન રેલ, રોડ અને હવાઈ માર્ગ સાથે સારી રીતે જોડાયેલુ છે.

Share this Story:

Follow Webdunia gujarati