2
જી ડિસેમ્બર 1552 દરમિયાન એક સમુદ્રી યાત્રા વખતે ચીનમાં સંત જેવિયરનું મૃત્યું થઈ ગયું હતું. પરંતુ તેમની ઈચ્છાનુસાર તેમના પાર્થિવ શરીરને સન 1554માં ગોવામાં લાવવામાં આવ્યું હતું. તે સમયે તેમનું શરીર એટલું જ તાજી દેખાઈ રહ્યું હતું જે વખતે તેમને દાટવામાં આવ્યાં હતાં. જો કે તેમના શરીરની ચામડી સુકાઈ ગઈ છે. તે છતાં પણ આજે તેમના મૃત્યુંના સાડા ચારરો વર્ષ પછી પણ તેમના શરીરના અવશેષને જોઈ શકાય છે. દરેક દસ વર્ષ બાદ તેમના પાર્થિવ શરીરને જનતાની સામે રાખવામાં આવે છે જેથી કરીને તેઓ તેમના પવિત્ર શરીરને સ્પર્શ કરીને આશીર્વાદ લઈ શકે. દરેક વર્ષે 3 ડિસેમ્બરે બોમ જીસર ચર્ચમાં સંત ફ્રાંસિસ જેવિયરનો તહેવાર ઉજવવામાં આવે છે અને ભારતમાંથી જ નહિ પરંતુ આખા વિશ્વની અંદરથી લાખો શ્રદ્ધાળુઓ સવારથી મિસ્સાની અંદર ભાગ લેવા માટે આ અવસરે અહીંયા એકત્રિત થાય છે.
કેવી રીતે પહોચશો?
રોડ માર્ગ: ઓલ્ડ ગોવા પણજીથી 10 કિલો. દૂર આવેલ છે. પણજીથી ટેક્સી, ઓટો રિક્ષા કે પછી બસ દ્વારા સરળતાથી પહોચી શકાય છે.
રેલ માર્ગ : ગોવા કોંકણ રેલ્વે અન્ય મહત્વપુર્ણ શહેરોની સાથે જોડાયેલ ચે. મડગામ અને વાસ્કો દી ગામા ગોવાના મુખ્ય વે સ્ટેશન છે.
હવાઈ માર્ગ : ડૈબોલિમ હવાઈ મથક ગોવાનું એકમાત્ર હવાઈ મથક છે જે વાસ્કો દી ગામાની અંદર આવેલ છે.