Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દક્ષિણ કૈલાશના શિવ શંભુ... શ્રી કાલહસ્તી

દક્ષિણ કૈલાશના શિવ શંભુ... શ્રી કાલહસ્તી
W.D
આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરની પાસે આવેલ શ્રીકાલહસ્તી નામના કસ્બા શિવ-શંભુના ભક્તો માટે વિશેષ મહત્વનુ સ્થાન છે. પેન્નાર નજીની શાખા સ્વર્ણામુખી નદીના કિનારે વસેલુ આ સ્થાન કાલહસ્તીના નામથી ઓળખાય છે. દક્ષિણ ભારતમાં આવેલ ભગવાન શિવના તીર્થસ્થાનોમાં આ સ્થાનનુ વિશેષ મહત્વ છે. નદીના કિનારાથી પર્વતના તળિયા સુધી પ્રસારિત આ સ્થાનને દક્ષિણ કૈલાશ અને દક્ષિણ કાશી નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિરના ત્રણ વિશાળ ગોપુરમ સ્થાપત્યનુ અનુપમ ઉદાહરણ છે. સાથે સાથે આ સૌ સ્તંભોવાળા મંડપમનુ પણ અનોખુ આકર્ષણ છે. તિરુપતિ શહેરની પાસે આવેલ આ સ્થાન ભગવાન શિવના તીર્થક્ષેત્રના રૂપમાં આખા વિશ્વમાં પોતાની અલગ છબિ ધરાવે છે.

શ્રીકાલહસ્તીનુ નામકરણ -
webdunia
W.D

એવી માન્યતા છે કે આ સ્થાનનુ નામ ત્રણ પશુઓ - 'શ્રી' એટલેકે મકડી, 'કાલ', એટલેકે સર્પ અને 'હસ્તી' એટલેકે હાથીને નામ પર આપવામાં આવ્યુ છે. જેમણે શિવની આરાધના કરીને પોતાનો ઉધ્ધાર કરવામાં આવ્યો હતો. એક દંતકથા મુજબ મકડીનુ શિવલિંગ પર તપસ્યા કરતુ જાળ બનાવ્યુ હતુ, જો કે સાપને લિંગ સાથે લપેટાઈને આરાધના કરી અને હાથીએ શિવલિંગને પાણીથી સ્નાન કરાવ્યુ હતુ. અહીંયા ત્રણ પશુઓની મૂર્તિયો પણ સ્થાપિત છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને લિંગ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ શ્રીકાલહસ્તીનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણના મુજબ એક વાઅર આ સ્થળ પર અર્જુન પહોંચ્યા હતા અને તેમણે પ્રભુ કાલહસ્તીવરનુ દર્શન કર્યુ હતુ. ત્યારબાદ પર્વતના શીર્ષ પર ભારદ્વાજ મુનિના પણ દર્શન કર્યા હતા. એવુ પણ માનવામાં આવે છે કે કણપ્પા નામના એક આદિવાસીએ અહીં ભગવાન શિવની આરાધના કરી હતી. આ મંદિર રાહુ કાળની પૂજા માટે પણ પ્રચલિત છે.

અન્ય આકર્ષણો - આ સ્થળની આજુબાજુ ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. વિશ્વનાથ મંદિર, કણપ્પા મંદિર, મણિકળિકા મંદિર, સૂર્યનારાયણ મંદિર, ભારદ્વાજ તીર્થમ, કૃષ્ણદેવાર્યા મંડપ, શ્રી સુકબ્રહ્માશ્રમમ, વૈય્યાલિંગાકોણ (સહસ્ત્ર લિંગોની ઘાટી), પર્વત પર આવેલ દુર્ગમ મંદિર અને દક્ષિણ કાળી મંદિર આમાં મુખ્ય છે
webdunia
W.D

કેવી રીતે પહોંચશો ? આ સ્થળની સૌથી નજીકનુ હવાઈ મથક છે તિરુપતિ,જે અહીંથી વીસ કિલોમીટરના અંતરે આવેલુ છે. મદ્રાસ-વિજયવાડા રેલવે લાઈન પર આવેલ ગુદૂર અને ચેન્નઈથી પણ આ સ્થળ પર સહેલાઈથી પહોંચી શકાય છે. વિજયવાડાથી તિરુપતિ જનારી બધી ટ્રેનો કાલહસ્તી પર જરૂર રોકાય છે. આંધ્રપ્રદેશ પરિવહનની બસ સેવા તિરુપતિથી દર દસ મિનિટ પર આ સ્થળે જવા માટે મળી રહે છે.

ક્યા રોકાશો ? ચિતૂર અને તિરૂપતિમાં ઘણી હોટલ આરામથી મળી જશે, જ્યાંથી આ સ્થળે દર્શન માટે સહેલાઈથી જઈ શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati