ગરુડવાહન ઈર્જુનલ્લાતુ, ઉત્સવ દરમિયાન નીકળનારી રંગારંગ શોભાયત્રા છે. જેમાં ભગવાન પાર્થસારથીને ગરુડ પર સજાવવામાં આવેલ હાથીઓની સાથે પંપા નદીના કિનારે લઈ જવામાં આવે છે. ઉત્સવના સમયે વલ્લા સદ્યા જે એક મહત્વપૂર્ણ વજિપાડૂ અર્થાત નજરાનુ હોય છે મંદિરને આપવામાં આવે છે. ખંડાવનાદહનમ નામનુ એક બીજો ઉત્સવ મલયાલમ મહિનો ધનુપ્તમાં ઉજવવામાં આવે છે. ઉત્સા દરમિયાન મંદિરની સામે સૂકા છોડ, પાન અને છોડમાંથી જંગલનુ પ્રતિરૂપ બનાવવામાં આવે છે. પછી ખંડાવના (મહાભારતમાં લાગેલી જગલની આગ) ના પ્રતિક સ્વરૂપ સળગાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ અષ્ટ્મીરોહીણીના રૂપમાં આ મંદિરમાં ઉજવવામાં આવે છે. કેવી રીતે જશો ?રોડ દ્વારા - અરણ્મૂલ પથાનમથિટ્ટાના જિલ્લા મુખ્યાલયથી 16 કિમીના અંતરે આવેલુ છે. જ્યાં પહોંચવા માટે બસ મળી રહે છે.
રેલ માર્ગ : અહીથી નજીકનુ રેલવે સ્ટેશન ચેનગન્નૂર છે. જ્યાંથી બસ દ્વારા 14 કિમીની યાત્રા ખેડી મંદિર સુધી પહોંચી શકાય છે.
હવાઈ માર્ગ : અહીંથી નજીકનુ હવાઈ મથક કોચ્ચિ છે. જે અરણ્મૂલથી 110 કિમી ના અંતરે આવેલુ છે.