Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈગતપુરીની ઘાટણ દેવી

અભિનવ કુલકર્ણી

webdunia
ઘર્મયાત્રામાં આ વખતની કડીમાં અમે તમને લઈ જઈએ છીએ ઘાટણ દેવીના મંદિર. આ નાસિકથી મુંબઈ જતી વખતે રસ્તામાં ઈગતપુરી નામના એક નાનકડા ગામની સુરમ્ય ઘાટિયોના પ્રાકૃતિક સૌદર્યની વચ્ચે આવેલુ છે. મુંબઈ-આગ્રા માર્ગ સાથે જોડાયેલું આ ગામ સમુદ્ર તળેથી 1900 સો ફૂટ ઉપર છે. મુંબઈનુ રેલ્વે સ્ટેશન અહીંનુ સૌથી નજીકનુ રેલવે સ્ટેશન છે.

ઈગતપુરીની સુંદરતા હજુ પણ શહેરીકરણથી અલગ છે. અહી સવારનો સૂર્યોદય સોહામણો લાગે છે, જ્યારે આકાસહ સુવર્ણ, નારંગી અને પીળા રંગની આભા સાથે દ્રશ્યમાન થાય છે. અહીંનું પ્રાકૃતિક સ્વરૂપ જોવાલાયક છે.

ખંડાલા જેવા હિલ સ્ટેશનો ની જેમ આ ક્ષેત્રનુ પણ મહત્વ છે. આ જગ્યા પર્યટન માટે પણ ઘણી ચર્ચિત છે. ઈગતપુરી બે કારણોથી પ્રસિધ્ધ છે. પહેલુ ઘાટન દેવીનું મંદિર અને બીજુ સત્યનારાયણ ગોયનકા દ્વારા સ્થાપિત યોગચરિત્ર અન વિપશ્યના કેન્દ્ર.

ઈગતપુરીના આ મંદિરને ઘાટણ દેવીનું મંદિર તેથી કહેવામાં આવે છે, કારણ કે ઈગતપુરી ગામ ચારે બાજુએથી ઘાટીઓથી ઘેરાયેલું છે. ઊંટ ઘાટેમાં બસ દ્વારા આગળ ચાલતા અડધો કિલોમીટર દૂર જમણા હાથની તરફ નાનકડો રસ્તાને પાર ઘાટણ દેવીનું મંદિર છે. મંદિરની પાછળ ત્રિગલવાડીનો કિલ્લો આવેલો છે. કિલ્લાને અડીને જ દુરવર ઉત્વેદ, ત્રિમક અને હરિહરના પર્વતો છે.

W.D
ઈગતપુરીમાં ઘાટણ દેવીનું મંદિર એક દર્શનીય સ્થળ છે. એવી માન્યતા છે કે આ દ્વિતીય મંદિરનુ નામકરણ સ્થાનીક લોકો દ્વારા પોતાની આરાધક ઘાટણ દેવી (ઘાટોની રક્ષક)ને કારણે કરી છે. મંદિરથી આ વિશાળકાય પશ્વિમી ઘાટોના દ્રશ્યો અદ્દભૂત દેખાય છે.

દુર્ગાના નવ અવતારોમાં ઈગતપુરીની ઘાટન દેવી માઁ શૈલપુરીનો અવતાર મનાય છે. દુર્ગાસપ્તમી અને પુરાણોમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથા છે કે ઘાટણ દેવે વૃજેશ્વરીથી પુનાની નજીક આવેલ જ્યોર્તિલિંગ ભીમાશંકર જઈ રહી હતી અને જ્યારે તે ઈગતપુરી પર આવી તો અહીંની પ્રાકૃતિક સુંદરતા પર મોહિત થઈ ગઈ. આનુ સૌદર્ય જોઈને તેણે અહીં કાયમ માટે રહેવાનો નિર્ણય કર્યો. એવુ પણ કહેવાય છે કે શિવાજી જ્યારે કલ્યાણને લૂટ્યા પછી તેમની રાજધાની રાયગઢ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને પણ આ સ્થળની મુલાકાત લીધી હતી.

ઈગતપુરીની આ સુંદર ઘાટીમાં આવેલ આ સુંદર મંદિરના શાંત અને સુરમ્ય વાતાવરણમાં પહોંચીને નિશ્વિત રૂપે કોઈને પણ ઈશ્વરમાં વિશ્વાસ જાગી શકે છે. ઘર્મયાત્રાની આ યાત્રા તમને કેવી લાગી એ અમને જણાવો.
webdunia
W.D

કેવી રીતે જશો ?

વાયુ માર્ગ : નજીકનુ હવાઈ મથાક છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક મુંબઈમાં છે. જે ઈગતપુરીથી લગભગ 140 કિમી. દૂર છે. મુંબઈ(બોમ્બે) બધા મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. અહીંથી ઈગતપુરી જવા માટે બસ અને ટેક્સી મળી રહે છે.

રેલ માર્ગ - ઈગતપુરી રેલવે સ્ટેશન મુંબઈના વીટી સ્ટેશન સાથે જોડાયેલું છે. કસારાથી ઈગતપુરી જવા માટે દરેક કલાકે ટેક્સી મળી રહે છે.

રોડદ્વારા - મહારાષ્ટ્ર રોડ પરિવહન નિગમના બધા પડોશી શહેરો સાથે ઈગતપુરી જોડાયેલ છે. મુંબઈ, નાસિક અને કસરાથી પણ પર્યટક બસ મળે છે.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati