Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી નટરાજ મંદિર ચિદંબરમ

જ્યા ઓમ રૂપમાં વિરાજે છે શિવ

શ્રી નટરાજ મંદિર ચિદંબરમ

આઇનાથમ

W.D
દેવોના દેવ મહાદેવને સર્વોચ્ય દેવતાના રૂપમાં પૂજનારા ઉપાસકોને માટે તમિલનાડુમાં ચિંદબરમનુ નટરાજ મંદિર આસ્થાના મુખ્ય કેન્દ્રોમાંથી એક છે. એવુ માનવામાં આવે છે કે કૈલાશપતિએ આ પવિત્ર સ્થળને પોતાની બધી શક્તિઓથી ઉપકૃત કર્યુ છે, જેનુ સૃજન પણ તેમણે અહીં જ કર્યુ.

પુરાણોના મુજબ ભગવાન અહી પ્રણવ મંત્ર 'ૐ' ના આકરમાં વિરાજમાન છે. અહીં કારણ એ છે કે આરાધક આને સૌથી મુખ્ય માને છે. ચિદંબરમ ભગવાન શિવના પાંચ ક્ષેત્રોમાંથી એક છે. આને શિવનુ આકાશ ક્ષેત્ર કહેવામાં આવે છે.

બીજા ચાર ક્ષેત્રોમાં કાલહસ્તી(આંધ્રપ્રદેશ)એટલેકે વાયુ, કાંચીપુરમ એટલેકે પૃથ્વી, તિરુવનિકા - જલ અને અરુણાચલેશ્વર (તિરુવનામલાઈ) અર્થાત અગ્નિનો સમાવેશ થાય છે. હિન્દુ માન્યતા મુજબ આ જ પાંચ તત્વો (પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ)થી માનવ શરીરનુ નિર્માણ થયુ છે. નટરાજ મંદિરને અગ્નિ મૂળના નામથી પણ ઓળખાય છે. ઘણા ઉપાસકો માને છે કે ભોલેનાથ અહીં જ્યોતિ રૂપમાં પ્રગટ થયા હતા.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો.
મંદિરની સંરચના પોતાની રીતમાં એક આકર્ષક અને વિશિષ્ટ છે. ચાર સુંદર અને વિશાલ ગુંબદોએ સંપૂર્ણ મંદિરને ભવ્ય સ્વરૂપ પ્રદાન કર્યુ છે. મંદિરની આંતરિક સાજ સજ્જા, શિલ્પકારી અને તેનુ વ્યાપક ક્ષેત્રફળ આને અનન્ય રૂપ આપે છે.

શિવના નટરાજ સ્વરૂપના નૃત્યના સ્વામી હોવાને કારણે ભરતનાટ્યમના કલાકારોમાં પણ આ જગ્યાનુ ખાસ સ્થાન છે. મંદિરની બનાવટ આ રીતે છે કે તેનો દરેક પત્થર અને થાંભલા પર ભરતનાટયમ નૃત્યની મુદ્રાઓ અંક્તિ છે.

મંદિરનુ કેન્દ્ર અએન અમ્બલમની સામે ભગવાન શિવકામ સુંદરી(પાર્વતી)ની સાથે સ્થાપિત છે. ચિંદબરમ રહસ્ય મંદિરની બીજી ખાસિયતોમાં સમાવેલ છે. આને જાણવા માટે તમને એક નક્કી રકમ જમા કરવી પડે છે. મંદિરની દેખરેખ અને પૂજા-પાઠ પારંપારિક પૂજારી કરે છે. જો કે બધો પ્રબંધ શ્રધ્ધાળુઓના ચઢાવો અને દાનની રકમમાંથી કરવામાં આવે છે.

મંદિર શિવ ક્ષેત્રના રૂપે પણ પ્રચલિત છે. અહી ભગવાન ગોવિંદરાજની મૂર્તિ પણ છે, જે શિવના એકદમ નિકટ સ્થાપવામાં આવી છે. મંદિરમાં એક ખૂબ જ સુંદર તળાવ અને નૃત્ય ચોક પણ છે. અહી દરેક વર્ષે નૃત્ય મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે, જેમાં દેશભરના કલાકારો ભાગ લે છે.
webdunia
W.D

કેવી રીતે જશો ?

રેલમાર્ગ - ચિદંબરમ ચેન્નઈ-તંજાપુર માર્ગ પર ચેન્નઈથી 245 કિમી દૂર છે. રેલવે સ્ટેશન પણ ચિદંબરમ નામથી જ છે.
રોડ - કોઈ પણ વાહનથી ચેન્નઈથી 4 થી 5 કલાકમાં ચિંદબરમ પહોંચી શકાય છે.
વાયુમાર્ગ - ચિંદબરમ જવા માટે ચેન્નઈ નજીકનુ એયરપોર્ટ છે. અહીંથી રોડ કે ટ્રેન દ્વારા ચિંદબરમ પહોંચી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati