Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શક્તિરૂપી આટ્ટુકાલ દેવીનું મંદિર

શક્તિરૂપી આટ્ટુકાલ દેવીનું મંદિર
W.D
કેરલના તિરુવનંતપુરમ શહેરમાં આવેલ આટ્ટુકાલ ભગવતી મંદિરની શોભા જ અલગ છે. ધર્મયાત્રાની આ કડીમાં આ વખતે અમે આ તીર્થના વિષે માહિતી આપી રહ્યા છે. કલિકાલના દોષોનું નિવારણ કરનારી એ જ પરાશક્તિ જગદંબા કેરલની રાજધાની તિરુવનંતપુરમ શહેરની દક્ષિણપૂર્વ દિશામાં આટ્ટુકાલ નામના ગામમાં ભક્તજનોને આશીર્વાદ આપતા બિરાજે છે.

અનંતપુરી સંખ્યાબંધ દેવમંદિરોની દિવ્ય આભાથી સુશોભિત નગર છે. મોક્ષની ઈચ્છા ધરાવતા તીર્થયાત્રીઓની આશાનુ કેન્દ્ર. પુરૂષાર્થોને અનુગ્રહ આપનારી ભગવાન અનંતશાયીના દર્શન માટે ભારતના વિવિધ પ્રદેશોમાંથી એકઠી થનારી શ્રધ્ધાળુઓની હાજરીથી તિરુવન્નતપુરમ નગર સદા આબાદ રહે છે. એ યાત્રાળુઓની યાત્રા સફળ ત્યારે જ થાય છે, જ્યારે તેઓ આટ્ટુકાળ આકાર કરુણામયી માઁનો આશીર્વાદ મેળવે છે.

મંદિરને ઉત્પત્તિથી સંબધિત ઈતિહાસ

આટ્ટુકાલ ગામના મુખ્ય પરિવાર મુલ્લુવીડના પરમ સાત્વિક ગૃહનાથની દેવી દર્શનનો જે અનુભવ થયો તે જ મંદિરની ઉત્પત્તિનો આધાર મનાય છે. એવુ માનવામાં આવે છે કે તે દેવી પ્રતિવ્રતા ધર્મના પ્રતીક રૂપે પ્રખ્યાત થયેલ કર્ણકીનો અવતાર છે.

પોંકલ મહોત્સવ -
webdunia
W.D

આટ્ટુકાલ મંદિરનો સૌથી મોટો અને પ્રસિધ્ધ ઉત્સવ છે - પોંકલ મહોત્સવ. આ તહેવાર દ્રાવિડ લોકોનું એક વિશેષ આચરણ છે. આ તહેવાર કુંભના મહિનામાં આખા નક્ષત્ર અને પૌર્ણમિ બંનેના મળતા મુહૂર્તમાં મનાવાય છે અને ખૂબ જ પ્રખ્યાત છે. દિવસભર કિર્તન, ભજન બરાબર ચાલે છે અને રાતે મંદિરકળાઓ અને લોક નર્તનો વગેરે કાર્યક્રમ ચાલે છે. સંગીત સભાઓ પણ ચાલે છે. દેશના વિવિધ સ્થળોથી શણગારેલા રથ-ઘોડા-દીપમાળાઓ વગેરેની સવારી નીકળે છે. નારિયળના પાન અથવા ચમકતા કાગળોથે શણગારેલા સેજ પર દેવીનુ રૂપ મુકીને દીપમાળાઓ બનાવવામાં આવે છે અને તેમને માથે મુકીને બેંડબાજા સાથે નીકળતુ સરઘસ નાચતા-ગાતા જે આવે છે તે અત્યંત મનોહર દ્રશ્ય છે.

નવમાં દિવસે ત્રિવેન્દ્રમ નગરના બધા રસ્તાઓ આટ્ટુકાલ તરફ જાય છે. લગભગ પાંચ કિલોમીટરના અંદર જેટલા પણ મકાન છે તેમના બારણે, મેદાન, રસ્તા જ્યાં પણ ખાલી જગ્યા છે ત્યાં ત્યાં પોંકલનુ કેન્દ્ર બની જાય છે. કેરલ જ શુ, કેરલને બહારથી પણ પોંકલ નૈવેધ તૈયાર કરવા માટે અનેક લાખ સ્ત્રીઓ પહોંચી જાય છે. આ બધી સ્ત્રીઓ એક દિવસ પહેલા જ પોંકલ ક્ષેત્રમાં આવીને પોતાનુ સ્થાન નક્કી કરી લે છે. તે સમયે પોતાની સાથે પોંકલને માટે જરૂરી વસ્તુઓ એટલે કે ચોખા, ખાંડ, નારિયળ, લાકડી વગેરે લઈ આવે છે. આ બધી વસ્તુઓ તે દિવસે ત્યાંથી ખરીદવાની પણ સગવડ રહે છે.

webdunia
W.D
આટલી મોટી સંખ્યામાં આવનારી સ્ત્રીઓની સુવિધા અને સંરક્ષણની વ્યવસ્થા અનેક સંસ્થાઓ તરફથી મળે છે. પોલીસ પણ જાગૃત છે. સ્વયંસેવક, સેવા સમિતિઓ, મંદિર ટ્રસ્ટના સ્વયં સેવક આ બધા દરેક પ્રકારની સેવા માટે તૈયાર અને કટિબધ્ધ રહે છે. પ્રયાગના કુંભ મેળાનુ સ્મરણ અપાવનારો એક મહાન મેળો છે - પોંકલ મેળો.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો
ઉત્સવનો પ્રારંભ ત્યારે જ થાય છે, જ્યારે કર્ણકી ચરિતના આલાપનની સાથે દેવીને કંકણ પહેરાવીને બેસાડવામાં આવે છે. ઉત્સવના નવ દિવસો દરમિયાન તે બધુ ચરિતગાન સર્વ રીતે આલાપિત થઈ જાય છે. એટલેકે કોંટુગલ્લૂર દેવીની આગતા-સ્વાગતતા કરી આટ્ટુકાલ મંદિરમાં લાવવામાં આવે છે. બધી ઘટનાઓ પછી પાળ્ડયરાજાના વધ સુધી છે ચરિતગાન.

પાળ્ડય રાજાના નિગ્રહ પછી વિજયાઘોષ અને હર્ષોલ્લાસ ચાલે છે. સાથે જ પોંકલના ચૂલ્હામાં આગ ચાંપવામાં આવે છે. પછી સાંજે નિશ્ચિત સમયે પુજારી પોંકલ પાત્રોમાં જ્યારે તીર્થજળ છાંટે છે, ત્યારે વિમાનથી પુષ્પવર્ષા થાય છે. દેવીના નૈવેધની સ્વીકૃતિથી પ્રસન્ન થઈને નૈવેધશિષ્ટ માથે લઈને સ્ત્રીઓ પાછી જવા લાગે છે.
webdunia
W.D

કેવી રીતે પહોંચશો ?

તિરુવનંતપુરમ સેંટલ રેલવે સ્ટેશનથી આ પીઠ માત્ર બે કિલોમીટરના અંતરે આવેલુ છે. જ્યારેકે અહીંના હવાઈમથકથી આ ફક્ત સાત કિલોમીટરના અંતરે આવેલુ છે. ભારતના બધા પ્રદેશોથી તિરુવનંતપુરમ પહોંચવા માટે અનેક સુગમ રસ્તા છે. તિરુવનંતપુરમ પહોંચનારા તીથયાત્રી રેલવે સ્ટેશન અથવા બસ અડ્ડાઓ સુધી આટ્ટુકાલ પહોંચી શકે છે. આ યાત્રીઓની સુવિધા માટે બસો, ટેક્સીઓ અને ઓટોરિક્ષાઓ ની લાઈન હંમેશા રસ્તાના કિનારે તૈયાર ઉભી રહે છે. શ્રી પ્દ્મનાભસ્વામી મંદિરની સામે બે કિલોમીટર દક્ષિણ-પૂર્વની તરફ પગપાળા ચાલતા તો ત્રીસ મિનિટમાં જ આટ્ટુકાલ દેવીના સામે પહોંચી જશો.

Share this Story:

Follow Webdunia gujarati