Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાનનું શ્રી મહાવીરજી જૈન મંદિર

જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી

રાજસ્થાનનું શ્રી મહાવીરજી જૈન મંદિર

વેબ દુનિયા

W.DW.D
જૈન ધર્મવિદોનું મુખ્ય કેન્દ્ર મહાવીર સ્વામીનું જૈન મંદિર રાજસ્થાનના કટાળા નામના સ્થળ પર આવેલું છે. આ મંદિરની સાચી શોભા શ્રી મહાવીરજીના પર્વ, ચૈત્ર શુકલની એકાદશી થી શરૂ થઇને વેશાખ કૃષ્ણ દ્વિતીય (માર્ચ-અપ્રિલ) સુધી દેખાય છે. આ પર્વ જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની યાદમાં ઉજ્વવામાં આવે છે. જનશ્રુતિના મુજબ મહાવીરજીની મૂર્તિ આ સ્થળ પર એક મોચીએ ખોદીને કાઢી હતી, જે દેવના ટીલાના નામથી પણ પ્રખ્યાત છે. આ મંદિરની પાસેજ સંગેમરમર થી બનેલો એક માન સ્તંભ પણ સ્થાપિત છે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો...

રાજસ્થાનના જૈન ધર્મના પવિત્ર મંદિરોંમાં આ મંદિર, આખા ભારતમાં જૈન ધર્મના પવિત્ર સ્થળોમાંથી એક છે. ગંભીર નદીના કિનારા પાસે આવેલું આ મંદિર જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરજીની યાદમાં બનાવવામાં આવ્યું હતું.
webdunia
W.DW.D


આ મંદિરના નિર્માણ પાછળ એક કથા છે. 'સદીઓ પહેલાની વાત છે, એક ગાય દરરોજ એમના ઘરે થી સવારે ઘાસ ચરવા માટે નીકળતી હતી અને સાંજે ઘરે પાછી આવી જતી. કેટલાક દિવસોથી જ્યારે ગાય ઘરે પાછી આવતી ત્યારે તેના આચળોમાં દૂધ ન્હોતુ રહેતું. આનાથી ઉશ્કેરાયેલા તેના માલિકે એક દિવસ સવારે ગાયની પાછળ જોઇને જોયું તો એક વિશેષ સ્થાન પર તે ગાય આપમેળે દૂધ તેના આચળ માથી કાઢી નાખતી હતી. પાછળ થી જ્યારે તેણે આ સ્થળની ખોદાઇ કરાવી તો ત્યાંથી મહાવીર ભગવાનની એક મૂર્તિ મળી, જેને તે સ્થાન પરજ સ્થાપિત કરવામાં આવી.

webdunia
W.DW.D
ગંભીર નદીના કિનારે આવેલું આ મંદિર જૈન ધર્મના 24માં તીર્થંકરને સમર્પિત છે. આ મંદિર પ્રાચીન અને આધુનિક જૈન વાસ્તુકળા અને સમકાલીન કળાનું અનુપમ સમાગમ છે, જે પ્રાચીન જૈન કળા શૈલીના બનેલા મંદિરો થી અલગ થયેલું છે. આ મંદિર મૂળ સ્વરૂપે સફેદ અને લાલ પથ્થરોનું બનેલું છે. જેમની ચારો બાજુ છત્રીઓ આવેલી છે. આ મંદિરનું એક વધુ આકર્ષણ જૈન ધર્મના કર્ણધારોંમાંથી એક પ્રભુ શાંતિનાથની 32 ફૂટ ઊંચી મૂર્તિ પણ છે. સાથેજ અહીં એક વિશાળકાય સ્તંભ પર મહાવીરજી ના ચરણૉના નિશાન પણ આવેલા છે.

webdunia
W.DW.D
મંદિરની વ્યવસ્થા હાલમાં તો મંદિરના મુખ્ય પુજારી ભટ્ટારકના હાથોંમાં છે, જેમાં અન્ય બ્રહ્મચારી એમની મદદ કરે છે. મહાવીરજીની મૂર્તિને સ્નાન કરાવીને એમની આસ્થા અર્ધ કરવામાં આવે છે. વહેલી સવારની આરતીમાં પૂજાના સમયે ભાત, સફેદ અને પીળા ફૂલ, ચંદન, કપૂર, કેસર, મિશ્રી અને સુકો મેવોને અર્પણ કર્યા બાદ, સંધ્યા આરતીમાં ઘીના દીવા પ્રગટાવીને આરતી પૂર્ણ કરવામાં આવે છે.

આ પર્વનું મુખ્ય આકર્ષણ રથ યાત્રા છે. આ પર્વનો હર્ષોલ્લાસનો સિમાડો વૈશાખ કૃષ્ણ દ્વિતીયના સમયે જોવા મળે છે જ્યારે ગંભીર નદીના કિનારે ઢોલ-નગારાની સાથે કૈલાશ અભિષેકને વૈભવશાળી રીતે રજુ કરવામાં આવે છે. આ સુવર્ણ રથ બળદો દ્વારા ખેચવામાં આવે છે. મહાવીરજીની મૂર્તિ પર ચાર વ્યક્તિ મળીને ચાંવર હાકે છે. સંપૂર્ણ વાતાવરણ ભજનો અને મહાવીર સ્વામીની જય-ઘોષથી ગુંજનમય થઇ જાય છે.
webdunia
W.DW.D


આ પ્રક્રિયા પછી મૂર્તિને ધામધૂમથી મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરના પરિસરમાં પૂજા-અર્ચના કરવા એકઠા થાય છે અને આરાધના કરે છે. સંધ્યાના સમયે આખા મંદિરને દીવાઓથી શણગારવામાં આવે છે. આ મંદિરની આસપાસ તમામ પ્રકારની દુકાનો છે, જ્યાં અનાજ, કપડા અને ધર્મ સંબંધિત વસ્તુઓ મળી રહે છે. પર્વ દરમિયાન યાત્રિઓની સુવિધાને જોતા ઘણી અસ્થાઇ દુકાનો પણ લગાવવામાં આવે છે. આ પર્વમાં રાજસ્થાની હસ્તકળા પણ જોવા મળે છે.

webdunia
W.DW.D
ક્યારે જવું - આ મંદિરમાં આમ તો દર્શન કરવા માટે આખા વર્ષ દરમિયાન દરવાજા ખુલ્લા રહે છે, પરંતુ આ મંદિરની સાચી શોભા માર્ચ-એપ્રિલના મહિનામાં આયોજિત થનારા પર્વમાં જોવા મળે છે.

કેવી રીતે જવું - ચંદનગામ દિલ્હી-મુંબઇ બ્રોડ ગેઝ લાઇન પર શ્રી મહાવીરજી રેલવે સ્ટેશન થી લગભગ 6.5 કિ.મીના અંતરે આવેલું છે. આ હિંદોન થી 18 કિ.મી, કરોલી થી 29 કિ.મી અને જયપુર થી 176 કિ.મી દૂર છે. મંદિર સુધી જવા માટે બસ અને ઘોડાગાડી ઉપલબ્ધ છે.

Share this Story:

Follow Webdunia gujarati