ઈગતપુરીમાં ઘાટણ દેવીનું મંદિર એક દર્શનીય સ્થળ છે. એવી માન્યતા છે કે આ દ્વિતીય મંદિરનુ નામકરણ સ્થાનીક લોકો દ્વારા પોતાની આરાધક ઘાટણ દેવી (ઘાટોની રક્ષક)ને કારણે કરી છે. મંદિરથી આ વિશાળકાય પશ્વિમી ઘાટોના દ્રશ્યો અદ્દભૂત દેખાય છે. દુર્ગાના નવ અવતારોમાં ઈગતપુરીની ઘાટન દેવી માઁ શૈલપુરીનો અવતાર મનાય છે. દુર્ગાસપ્તમી અને પુરાણોમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથા છે કે ઘાટણ દેવે વૃજેશ્વરીથી પુનાની નજીક આવેલ જ્યોર્તિલિંગ ભીમાશંકર જઈ રહી હતી અને જ્યારે તે ઈગતપુરી પર આવી તો અહીંની પ્રાકૃતિક સુંદરતા પર મોહિત થઈ ગઈ. આનુ સૌદર્ય જોઈને તેણે અહીં કાયમ માટે રહેવાનો નિર્ણય કર્યો. એવુ પણ કહેવાય છે કે શિવાજી જ્યારે કલ્યાણને લૂટ્યા પછી તેમની રાજધાની રાયગઢ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. ઈગતપુરીની આ સુંદર ઘાટીમાં આવેલ આ સુંદર મંદિરના શાંત અને સુરમ્ય વાતાવરણમાં પહોંચીને નિશ્વિત રૂપે કોઈને પણ ઈશ્વરમાં વિશ્વાસ જાગી શકે છે. ઘર્મયાત્રાની આ યાત્રા તમને કેવી લાગી એ અમને જણાવો.
કેવી રીતે જશો ?
વાયુ માર્ગ : નજીકનુ હવાઈ મથાક છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક મુંબઈમાં છે. જે ઈગતપુરીથી લગભગ 140 કિમી. દૂર છે. મુંબઈ(બોમ્બે) બધા મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. અહીંથી ઈગતપુરી જવા માટે બસ અને ટેક્સી મળી રહે છે.
રેલ માર્ગ - ઈગતપુરી રેલવે સ્ટેશન મુંબઈના વીટી સ્ટેશન સાથે જોડાયેલું છે. કસારાથી ઈગતપુરી જવા માટે દરેક કલાકે ટેક્સી મળી રહે છે.
રોડદ્વારા - મહારાષ્ટ્ર રોડ પરિવહન નિગમના બધા પડોશી શહેરો સાથે ઈગતપુરી જોડાયેલ છે. મુંબઈ, નાસિક અને કસરાથી પણ પર્યટક બસ મળે છે.