Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દીકનો લેટર બોંબ

હાર્દીકનો લેટર બોંબ
સુરતઃ , ગુરુવાર, 12 મે 2016 (13:58 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રાદડિયાની મધ્યસ્થીને લઈને કોમેન્ટ કરી હતી કે, ગદ્દારોની જરૂર નથી. આ પછી વિઠ્ઠલ રાદડિયા છંછેડાયા હતા અને તેમણે હાર્દિક માનસિક સંતુલન ગુમાવી બેઠો છે, તેમ જણાવ્યું હતું. જેનો જવાબ હાર્દિક પટેલે પત્ર લખીને આપ્યો છે.

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, આજે વિઠ્ઠલભાઈના માણસ દ્વારા મને જણાવવામાં આવ્યું કે, છોકરાઓ માથે રે તો સારુ છે. નહીં તો મારે લેઉઆ-કડવા ચાલુ કરવું પડશે. આવી માનસિકતા સમાજને નુકસાન કરે છે. વિઠ્ઠલભાઈને હું સમાજના સાચા માણસ સમજતો હતો, પણ જે પ્રમાણે તેમને માનસિકતા છતી કરી કે મને છંછેડવો નહીં, નહીં તો સૌરાષ્ટ્ર સાચવવા મારી સમાજને વિનંતી.

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજની બલી ચડાવા માટે તૈયાર થાય છે. તમે જાણ કર્યા વિના મધ્યસ્થી બનો તથા ઇચ્છા મુજબ મધ્યસ્થીમાંથી નીકળી જાવ. સમાજને શું સમજો છો. સમાજ મારો મહાન છે. ભાજપ કે વિઠ્ઠલ રાદડિયાનો નોકર નહીં. પટેલ સમાજને નુકસાન થશે કે સંગઠન તોડવામમાં પ્રયાસ થશે તો મુળીયા ઉખાડી નાખીશ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈની હાજી અલ્લાહની દરગાહમાં તૃપ્તિના પ્રવેશથી બબાલ