હાર્દિક પટેલે ગુજરાત સરકારને ચેતવણી આપી છે કે જો સરકાર ઝડપથી નિર્ણય નહીં કરે તો NEET નો મુદ્દો આંદોલનમાં ના ફેરવાઈ જતા વાર નહીં લાગે. કારણ કે નીટને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યાં છે. ત્યારે એવું ના બને કે આ મુદ્દો કદાચ આંદોલનમાં ના ફેરવાઈ જાય. તેણે શિક્ષણમંત્રી ચુડાસમાને પત્ર લખીને એવું પણ કહ્યું હતું કે હવે આપે અનામત માટે પણ ઝડપથી નિર્ણય લેવો પડશે, ગુજરાતના બિનઅનામત વર્ગો માટે શિક્ષણ અને નોકરીઓમાં ૧૦ ટકા આર્થિક અનામત માટેની જોગવાઇનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ એ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને મંજૂર ન હોવાનું તેના આ પત્ર પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે એટલું જ નહીં, આ મુદ્દે તેણે જલ્દીથી નિર્ણય લેવાની તાકીદ કરીને જાણે કે ગર્ભિત ઇશારો કર્યો હોય એમ જણાવ્યું છે કે, નકામા લોચા પડશે. હાર્દિક પટેલે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નીટને મુદ્દે લખેલા પત્રમાં અંતમાં જણાવ્યું હતું કે, 'અનામતનું કેટલે પહોંચ્યું, જલ્દી નિર્ણય લો. નકામા લોચા પડશે.જો કે તેણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્વાસ્થ્ય સારૃં રહે અને સારા કાર્યો કરતા રહે એવી ઇશ્વરને પ્રાર્થના કરી છે.