Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદારોને ભુલ સમજાઇ

પાટીદારોને ભુલ સમજાઇ
, મંગળવાર, 17 નવેમ્બર 2015 (12:01 IST)
સુરત ખાતે પાટીદાર સમાજના પાંચ આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ક્રેડાઈલના ચેરમેન વેલજી શેટા, ડાયમંડના વેપારી મનીષ સવાની, સુરત ડાયમન્ડ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ દેવશી ભડિયાદરા, કેસરી એક્સપોર્ટના વાલજીભાઈ કેસરી અને બિલ્ડર લાવજી બાદશાહ હાજર રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં તમામ અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ આંદોલન ગેરમાર્ગે ચાલી ગયું છે. મુઠ્ઠીભર લોકોના કહેવાથી આપણે એવી ભૂલ ન કરીએ કે જેનાથી રાજ્યના વિકાસ પર અસર પડે.આ સાથે આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધી આંદોલનને સહકાર જ આપ્યું છે 300થી વધુ રેલીઓ કાઢવામાં આવી. યુવાનોને વિનંતી કરીએ કે તેઓ મુખ્ય માર્ગ પર આવી જાય.

સમાજના આગેવાનોએ ચૂંટણી પ્રચાર ખતમ થવાના ચાર દિવસ પહેલા સરકારની તરફેણ બોલતા નજરે આવ્યા પરન્તુ સ્પષ્ટ રીતે ભાજપા નો નામ લીધા વગર. સમાજના આગેવાન વેલજી શેઠા એ જણાવ્યું કે સરકારે જે પેકેજ આપ્યું છે તે સરકાર જે આપી સકે તે બધું આ પેકેજમાં સામેલ છે. જો આ પેકેજમાં ખામી હોય તો તેની માટે સરકારથી માંગણી કરી સકાય . જે નવ લોહિયાઓએ  રાહ અપનાવી રહ્યા છે તેથી રાજ્યને નુકશાન કરી રહ્યા છે. આંદોલંકારીઓ એ વડીલો અને આગેવાનોની સલાહ લીધી નથી. જુનો ઇતિહાસ જોયો નથી. તેઓએ યોગ્ય દિશા મેળવી નહીં. તેઓને ઉગ્ર સ્વરૂપમાં આંદોલનમાં ન કરવું જોઈએ. જે આંકડા સામે રાખવામાં આવી રહ્યા છે કે 5000 થી 6000 લોકોની ધરપકડ કરવામાં આવી છે તદન ખોટી છે. માત્ર 119 લોકોની ધરપકડ કરાઈ છે જેમાં થી 40-50 લોકો અસામાજિક તત્વો છે.

આ સમગ્ર મામલે લવજી બાદશાહ એ જણાવ્યું કે મતદાનએ પર્વ જેવું છે પાટીદાર ભાઈઓ કોઈના ભ્રમ અથવા વાતોમાં નહીં આવે. યોગ્ય લક્ષ્ય નકી કરે જે ભ્રામક વાતો સોશિયલ મીડિયા પર ચાલે છે તેનાથી સમાજનું નામ દેશ વિદેશમાં ખરાબ થયું છે. અરાજકતા ફેલાવાથી સમાધાન નથી આવતું. ગેરમાર્ગે દોરેલા યુવાનોને સદબુદ્ધિ આવે. જયારે વાલજી કેસરીએ જણાવ્યું હતું કે કોઈ નવો આવીને કહે કે તમને ફાયદો કરવો સકે તો તેની ઉપર વિચારવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ આગેવાનો છેલ્લા ચાર મહિનાથી આ વાત સમાજ સામે મૂકી શક્યા નથી. જયારે ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને એક દિવસ અગાઉ પાટીદાર અગ્રણી સાથે મુખ્યમંત્રીએ સંકલનની બૈઠક યોજી તો અચાનક જ આ આગેવાનોને સામે કેમ આવ્યા ? બીજી તરફ દ્વારા કૉંગ્રેસને ટેકો આપતા ગભરાયેલી ભાજપનું આ કોઈ શસ્ત્ર તો નથી ને ? તેવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે.

સરકારના હિતેચ્છુ?
આંદોલનથી દૂર રહેલા પાટીદાર અગ્રણીઓ આજે અચાનક સામે આવ્યા છે. તેઓએ આંદોલનકારીઓ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ મુક્યો છે. જોકે આ તમામ ઉદ્યોગકરો ક્યારેય ગુજરાતની સ્થાનિક સરકારની વિરુદ્ધ ગયા નથી. ત્યાં સુધી કે ચૂંટણી સિવાય પણ તેમને સરકાર અને ભાજપને તન, મન, ધનથી મદદ કરી છે. તે વાત પણ કોઈનાથી છૂપી નથી. આમ સરકારના હિતેચ્છુ હોવાની છાપ આ ઉદ્યોગકારો ધરાવે છે તેવી ચર્ચા પણ હવે શરુ થઇ ગઈ છે.

રાજકોટ મહાનગરપાલિકાની અગાઉની ચુંટણીની વાત કરીએ તો કુલ 69 બેઠકોમાંથી 58 બેઠકો ભાજપને મળી હતી. જ્યારે કોંગેસ પક્ષને માત્ર 11 બેઠકો જ મળી હતી. જ્યારે આ વર્ષે નવું સીમાંકન ખુબ જ મહત્વનુ ભાગ ભજવશે. જેમાં આ વર્ષે મહાનગર પાલિકાની ચુટણીમાં કુલ 72 બેઠકોમાંથી કોંગ્રેસને 17 જેટલી બેઠકો તેમજ અન્ય તમામ બેઠકો ભાજપ ફાળે જાય તેવી શક્યતા સર્વે દરમિયાન બહાર આવી છે.

આ સર્વેમાં જે વોર્ડમાં રસાકસી દર્શાવી છે તેમાં ક્રોસ વોટીંગ ખુબ જ મહત્વનો ભાગ ભજવશે. સર્વે દરમિયાન એક મુદ્દોએ પણ બહાર આવ્યો છે કે કોંગ્રેસે પાટીદાર મતદારો પોતાના તરફ ખેંચવા પાટીદાર ઉમેદવારોને ટીકીટો આપી નિષ્ઠાવાન અને સક્રિય આગેવાનોને ટીકીટ ન આપી તેની અવગણના કરી છે તેમજ કોંગ્રેસ પક્ષનો અંદરોઅંદનો જુથવાદ તેની હારનું કારણ બને તેવું જણાઈ રહ્યું છે. રાજકોટ શહેરનો ઈતિહાસ છે કે આજ દિવસ સુધી કોઈ પણ ત્રીજા પરિબળને લોકોએ સ્વીકાર્યું નથી. આ ત્રીજું પરિબળ આ વખતે કામ કરશે કે કેમ ? એ તો બીજી ડિસેમ્બરના રોજ જ ખ્યાલ આવશે.

Share this Story:

Follow Webdunia gujarati