Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલને છોડાવવા પાટીદારો 3જી ડિસેમ્બરે શરૂ કરશે જેલ ભરો આંદોલન

હાર્દિક પટેલ
અમદાવાદ: , સોમવાર, 23 નવેમ્બર 2015 (10:13 IST)
પાટીદાર અનામત આંદોલન મહાનગર પાલિકા પંચાયતોની ચૂંટણી પછી ફરી જોર પકડશે. મહાનગર પાલિકાની ચુંટણી દરમિયાન પાટીદારો દ્વારા મતદાનના દિવસે જ મોટાપાયે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપના આગેવાન લાલજી પટેલે અનામત આંદોલનને ઉગ્ર બનાવવા માટે નવી જાહેરાત કરી છે.
 
    લાલજી પટેલે એલાન કર્યુ હતુ કે જેલમાં રાખવામાં આવેલા અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલને છોડાવવા માટે પાટીદારો  3જી ડીસેમ્બરથી જેલભરો આંદોલન કરશે. 3  ડીસેમ્બરથી દોઢ કરોડ પાટીદારો આ આંદોલનમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને સરકારે રાજદ્રોહના ગુનામાં જેલમાં ધકેલ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati